એવું તે શું થયું કે એઆર રહેમાને નિકાહના 29 વર્ષ બાદ સાયરા સાથે લીધા છુટ્ટાછેડા ?? વાંચો શું કહે છે પતિ-પત્ની
એઆર રહેમાન બોલિવૂડના મહાન ગાયકોની યાદીમાં સામેલ છે. હાલમાં તે સોશિયલ મીડિયા પર છવાયેલો છે. એઆર રહેમાન લગ્નના 29 વર્ષ બાદ પત્ની સાયરા બાનુને તલાક આપવા જઈ રહ્યા છે. આ બંનેને ત્રણ બાળકો છે જેમણે એક નિવેદન જારી કરીને પ્રાઇવેસી આપવાની વાત કરી છે. તેનું કારણ તેના ગીતો કે કોઈ એવોર્ડ ની પરંતુ તેના છૂટાછેડા છે. તેની પત્ની સાયરા બાનુએ એઆર રહેમાન સાથેના સબંધનો અંત લાવી સાયરા બાનુને 19 નવેમ્બરની રાત્રે છૂટાછેડાની જાહેરાત કરી છે. ૧૨ કલાક પણ પસાર થયા ન હતા કે ગાયકે તેના છૂટાછેડા પર નિવેદન આપ્યું.
એઆર રહેમાને તેના લગ્ન તૂટવા વિશે જે કહ્યું તે સાંભળીને દરેકને આશ્ચર્ય થાય છે. એઆર રહેમાને એ પણ ખુલાસો કર્યો છે કે બંનેએ તેમના ૨૯ વર્ષ જૂના લગ્નજીવનને કેવી રીતે અને શા માટે સમાપ્ત કરવાનું વિચાર્યું. એઆર રહેમાને વર્ષ ૧૯૯૫માં સાયરા બાનુ સાથે લગ્ન કર્યા હતા. આ દંપતીને ત્રણ બાળકો પણ છે. આવી સ્થિતિમાં મંગળવારે એઆર રહેમાન અને સાયરા બાનુના વકીલનું નિવેદન સામે આવ્યું હતું, જેમાં તેણે કહ્યું હતું કે બંને છૂટાછેડા લઈ રહ્યા છે.
“We had hoped to reach the grand thirty, but all things, it seems, carry an unseen end. Even the throne of God might tremble at the weight of broken hearts. Yet, in this shattering, we seek meaning, though the pieces may not find their place again. To our friends, thank you for…
— A.R.Rahman (@arrahman) November 19, 2024
આ સમાચાર આવતાની સાથે જ એઆર રહેમાનના ચાહકો તેમના નિવેદનની રાહ જોવા લાગ્યા, જે હવે સમાપ્ત થઈ ગઈ છે. સંગીતકારે એક પોસ્ટ શેર કરી છે, જેમાં તેણે ચાહકોને તેમની પ્રાઈવસીનું ધ્યાન રાખવાનું કહ્યું છે. એઆર રહેમાને પણ X પર એક પોસ્ટ કરી છે. તેઓ લખે છે કે, “સાથે રહેવાનાં ત્રીસ વર્ષ પૂર્ણ કરીશું એવી આશા હતી, પણ મને લાગે છે કે દરેક બાબતનો એક અંત હોય છે.” આગળ તેમણે મિત્રોને સંબોધીને લખ્યું કે, તમારા પ્રેમ બદલ અને જીવનના એક નાજુક અધ્યાયમાંથી પસાર થઈ રહ્યા છીએ ત્યારે અમારી પ્રાઈવસીનું સન્માન કરવા બદલ આભાર.”
સાયરા બાનુએ શું કહ્યું ?
બીજી તરફ સાયરા બાનુના વકીલનું એક નિવેદન આવ્યું, જેમાં લખ્યું હતું કે, લગ્નના ઘણા વર્ષો પછી શ્રીમતી સાયરાએ તેના પતિ એઆર રહેમાનથી અલગ થવાનો નિર્ણય કર્યો છે. તેના કારણે સંબંધોમાં ભાવનાત્મક તણાવ છે, અપાર પ્રેમ પછી પણ બંને વચ્ચે તણાવ સર્જાયો છે. તમને જણાવી દઈએ કે રહેમાન અને સાયરાના લગ્ન 12 માર્ચ, 1995 ના રોજ થયા હતા.