અયોધ્યાના રામપથ પર શું ઘટના બની ? શેની ચોરી થઈ ? વાંચો
તસ્કરો માટે કોઈ જગ્યા પવિત્ર હોતી નથી. ચોરી કરવા માટે તેઓ ભગવાનના ઘરમાં પણ ઘૂસી જાય છે. અયોધ્યામાં રામલલ્લા મંદિર તરફ જતા રામપથ અને ભક્તિ પથ પર લગાવેલી 50 લાખ રૂપિયાથી વધુની કિંમતની 4000 ‘બામ્બુ લાઇટ’ અને 36 ‘ગોબો પ્રોજેક્ટર લાઇટ’ની ચોરી કરી ગયા છે. ચોરીની આ ઘટનાઅયોધ્યાના સૌથી મહત્વપૂર્ણ અને સલામત સ્થળે બની હતી અને પોલીસ પણ ઊંઘતી ઝડપાઇ છે.
અયોધ્યા ડેવલપમેન્ટ ઓથોરિટી દ્વારા આપવામાં આવેલા કોન્ટ્રાક્ટ હેઠળ અમુક કંપનીઓ દ્વારા રામપથના વૃક્ષો પર 6,400 ‘ બામ્બુ લાઈટો’ અને ભક્તિપથ પર 96 ‘ગોબો પ્રોજેક્ટર’ લાઈટો લગાવવામાં આવી હતી.
પેઢીએ કહ્યું હતું કે રામપથ અને ભક્તિપથ પર લગાવવામાં આવેલી4000 ‘બામ્બુ લાઇટ’ અને 36 ‘ગોબો પ્રોજેક્ટર લાઇટ’ ચોરાઈ ગયા છે. આ મામલે રામજન્મભૂમિ પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવાયો છે.
‘રામપથ પર 6,400 બામ્બુ લાઈટો લગાવવામાં આવી હતી અને ભક્તિ પથ પર 96 ગોબો પ્રોજેક્ટર લાઈટો લગાવવામાં આવી હતી. 19મી માર્ચ સુધીમાં તમામ લાઈટો લગાવી દેવામાં આવી હતી, પરંતુ 9મી મેના રોજ ઈન્સ્પેક્શન કર્યા બાદ કેટલીક લાઈટો ગાયબ હોવાનું જાણવા મળ્યું હતું.