યુપીના કોશામબીમાં શું થઈ દુર્ઘટના ? વાંચો
કેટલા લોકોના મોત થયા ?
ઉત્તરપ્રદેશના કોશામબીમાં રવિવારે સવારે મોટી દુર્ઘટના સર્જાઇ ગઈ હતી. અહીં આવેલી એક ફટાકડાની ફેક્ટરીમાં પ્રચંડ ધડાકો થતાં 5 લોકોના મોત થયા હતા અને અનેક લોકો ઘાયલ થયા હતા. એક પછી એક કેટલાક ધડકા થતાં સમગ્ર વિસ્તાર ગાજી ઉઠ્યો હતો અને ગામ લોકો દોડી આવ્યા હતા. ધડાકા સાથે ભયાનક આગ ફાટી નીકળી હતી.
ઘાયલોને દવાખાને ખસેડાયા હતા અને ફાયર ફાઇટરો અને પોલીસ સહિતનો કાફલો આવી પહોંચ્યો હતો. ફેક્ટરીની અંદરથી 10 લોકોને બચાવીને બહાર કાઢવામાં આવ્યા હતા. ધડાકા અને આગમાં દાઝેલા કેટલાક લોકોની હાલત ગંભીર હતી અને મૃત્યુ આંક વધી શકે છે.
પોલીસે એવી માહિતી આપી હતી કે ધડાકો થયો ત્યારે ફેક્ટરીમાં અનેક લોકો કામ કરી રહ્યા હતા. આ બધામાંથી 5 લોકોના મોત થયા હતા. ઘાયલોને દવાખાને ખસેડાયા હતા. જો કે ફાયર ફાઇટરો આવે તે પહેલા જ લોકોએ અંદર ઘૂસીને 10 લોકોને બહાર કાઢી લીધા હતા.
પ્રથમ ધડાકો થયા બાદ સમયાંતરે એક કલાક સુધી ધડાકા થતાં રહ્યા હતા. સમગ્ર વિસ્તારમાં ભય ફેલાઈ ગયો હતો અને ધુમાડા ગોટેગોટા છવાઈ ગયા હતા. બનાવ કેવી રીતે બન્યો તેની તપાસ શરૂ કરી દેવાઈ હતી.