સંસદમાં શિયાળુ સત્રમાં શું થયું ? સત્ર સમાપ્તિ થઈ પણ દેશને શું મળ્યું ? જુઓ
દેશના ભવિષ્ય માટે જેમને જનતા સંસદમાં મોકલે છે એ લોકો ત્યાં શું કરે છે અને શિયાળુ સત્રમાં આ લોકોએ દેશ માટે શું ઉકાળી દીધું છે તેવો સવાલ કોઈ કરે તો નિરાશાજનક જવાબ આપવો પડશે. 8મી લોકસભાનું શિયાળુ સત્ર શુક્રવારે સમાપ્ત થયું. આ સત્ર 25 નવેમ્બરથી શરૂ થયું હતું. સમગ્ર સત્રમાં કુલ 20 બેઠકો યોજાઈ હતી. બંને ગૃહો (લોકસભા અને રાજ્યસભા)માં લગભગ 105 કલાક સુધી કાર્યવાહી ચાલી હતી. બાકી તો મલ્લ યુધ્ધ કરીને શરમજનક હરકતો કરી છે. સત્રમાં ૪ ખરડા મુકાયા હતા પણ પાસ એકેય થયું નથી.
સત્ર દરમિયાન લોકસભાની ઉત્પાદકતા 54% હતી, રાજ્યસભાની 41% હતી. ગૃહમાં કુલ ચાર બિલ રજૂ કરવામાં આવ્યા હતા. જોકે કોઈ પાસ થઈ શક્યું ન હતું. સૌથી વધુ ચર્ચા એક દેશ, એક ચૂંટણી માટે રજૂ કરાયેલ 129મું બંધારણ (સુધારો) બિલ હતું.
આ બિલને સમીક્ષા માટે 31 સભ્યોની સંયુક્ત સંસદીય સમિતિને મોકલવામાં આવ્યું હતું. સમિતિમાં લોકસભાના 21 અને રાજ્યસભાના 10 સાંસદોની પસંદગી કરવામાં આવી છે. કોંગ્રેસ તરફથી પ્રિયંકા ગાંધી વાડ્રા, મનીષ તિવારીને સામેલ કરવામાં આવ્યા છે. બાંસુરી સ્વરાજ, સંબિત પાત્રા અને અનુરાગ સિંહ ઠાકુર સહિત ભાજપના 10 સાંસદો છે.
સત્રની શરૂઆત અદાણી મુદ્દે હંગામા સાથે થઈ હતી. ત્યારે વિપક્ષી સાંસદોએ પણ મણિપુર અને ખેડૂતોનો મુદ્દો ઉઠાવ્યો હતો. સત્રના અંત સુધીમાં આંબેડકર મુદ્દે ભારે હોબાળો થયો હતો. 19 ડિસેમ્બરે મામલો થાળે પડ્યો હતો. ભાજપના બે સાંસદો ઘાયલ થયા છે. રાહુલ પર આરોપ લગાવ્યો હતો. તેમની સામે એફઆઇઆર દાખલ કરવામાં આવી હતી.