અમેરિકામાં પ્રેસિડેન્શિયલ ડિબેટમાં શું થયું ? કમલા અને ટ્રમ્પ વચ્ચે કેવી થઈ શાબ્દિક લડાઈ ? જુઓ
અમેરિકી પ્રમુખપદની ચૂંટણી માટે ડોનાલ્ડ ટ્રમ્પ અને કમલા હેરિસ વચ્ચે બીજી ડિબેટ થઈ હતી. મંગળવારે રાત્રે ફિલાડેલ્ફિયામાં યોજાયેલી આ ચર્ચામાં બંને નેતાઓએ એકબીજા પર જોરદાર પ્રહારો કર્યા હતા. રિપબ્લિકન ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે જો તેઓ વ્હાઇટ હાઉસમાં હોત તો ઇઝરાયેલ-ગાઝા યુદ્ધ શરૂ ન થયું હોત. ટ્રમ્પે કહ્યું કે જો કમલા ચૂંટણી જીતીને રાષ્ટ્રપતિ બને છે તો બે વર્ષમાં ઈઝરાયેલનો નાશ થઈ જશે કારણ કે તે યહૂદી લોકોને નફરત કરે છે.
જ્યારે કમલા હેરિસે કહ્યું હતું કે અમેરિકાની જનતાએ 4 વર્ષ પહેલા જ ટ્રમ્પને નકારી દીધા છે. કમલાએ ટ્રમ્પને હારની યાદ અપાવી ત્યારે તેઓ ખિજાઈ ગયા હતા અને પર્સનલ એટેક કરવા લાગ્યા હતા. કમલાએ ગર્ભપાત અને અર્થતંત્ર જેવા મુદ્દે ટ્રમ્પને ભીડવ્યા હતા. ટ્રમ્પને હેરિસે ઘમંડી પણ કહ્યા હતા.
કમલાની પ્રથમ પ્રમુખપદની ચર્ચા
અમેરિકી રાષ્ટ્રપતિની ચૂંટણી માટે પહેલી ચર્ચા રાષ્ટ્રપતિ જો બાયડન અને ટ્રમ્પ વચ્ચે થઈ હતી. બાયડન આ ચર્ચામાં ફસડાઈ પડ્યા અને પોતાના મંતવ્યો યોગ્ય રીતે વ્યક્ત કરી શક્યા નહીં. આ ચર્ચામાં ટ્રમ્પનો હાથ ઉપર હતો. આ પછી, બિડેનના રેટિંગમાં ઘટાડો થવા લાગ્યો. તેમને ચૂંટણીમાં પાછળ રહેતા જોઈને બિડેન રાષ્ટ્રપતિ પદની રેસમાંથી ખસી ગયા. તેમના સ્થાને ડેમોક્રેટ પાર્ટી તરફથી કમલા હેરિસને રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા હતા. કમલા અને ટ્રમ્પ વચ્ચે જોરદાર ટક્કર જોવા મળી રહી છે. કમલાની આ પહેલી અને ટ્રમ્પની બીજી પ્રેસિડેન્શિયલ ડિબેટ હતી. બીજી ડિબેટ એબીસી ન્યૂઝ ચેનલ પર થઈ હતી.
હેરિસની ટિપ્પણીથી ટ્રમ્પ ચોંકી ગયા
હેરિસની તીક્ષ્ણ ટિપ્પણીઓથી ગુસ્સે થયેલા ટ્રમ્પે અંગત હુમલા કર્યા હતા અને તેમના સલાહકારો અને સમર્થકોએ હેરિસ વિરુદ્ધ આવી ટિપ્પણીઓ ટાળવા સૂચવ્યા હોવા છતાં, તેમના પર અંગત હુમલાઓ શરૂ કર્યા અને વિષયથી ભટક્યા હતા.
ટ્રમ્પે ચાર વર્ષ પહેલા પોતાની હારને નકારી
જ્યારે ટ્રમ્પ બોલતા હતા, ત્યારે હેરિસ ક્યારેક તેમના શબ્દો પર વ્યંગાત્મક રીતે હસતા હતા અને ક્યારેક ટ્રમ્પ તરફ જોતા હતા, જ્યારે ટ્રમ્પ તેના તરફ જોવાનું ટાળતા દેખાયા હતા. હેરિસે ટ્રમ્પને સંબોધતા કહ્યું કે ઉપરાષ્ટ્રપતિ તરીકે તેમણે ઘણા દેશોના નેતાઓ સાથે વાત કરી છે અને તેઓ કહે છે, ‘તમે ખૂબ જ ઘમંડી વ્યક્તિ છો. હેરિસે કહ્યું, ‘અમેરિકાના 81 મિલિયન લોકોએ ડોનાલ્ડ ટ્રમ્પને સત્તા પરથી હટાવી દીધા છે. તેથી, તેણે આ બાબતે ખૂબ સ્પષ્ટ હોવું જોઈએ.