લોકસભામાં શું થયું ? કયું બિલ મુકાયું ? વાંચો
ઘણી લાંબી મંત્રણા બાદ અંતે ગુરુવારે લોકસભામાં મોદી સરકાર તરફથી વક્ફ બોર્ડમાં અને એક્ટમાં સુધારાની માગ કરતાં 2 બિલ રજૂ કરવામાં આવ્યા હતા. સંસદીય કાર્ય અને લઘુમતી બાબતોના મંત્રી કિરેન રિજિજુ દ્વારા વક્ફ એક્ટ 1995માં સુધારા માટે વક્ફ(સુધારા) બિલ 2024 અને મુસ્લિમ વક્ફ એક્ટ 1923ને સમાપ્ત કરવા માટે મુસ્લિમ વક્ફ (રિપીલ) બિલ 2024 લોકસભામાં રજૂ કરાયું હતું જેના પર સંસદમાં સત્તાપક્ષ અને વિપક્ષ વચ્ચે ઉગ્ર ચર્ચા કરવામાં આવી હતી. એક તબક્કે ભારે ધમાલ બોલી ગઈ હતી અને રાજ્યસભાની કાર્યવાહી સ્થગિત થયા બાદ ફરી કામકાજ શરૂ થયા હતા. વિપક્ષના નેતાઓએ વિરોધ અને એનડીએના સાથી પક્ષોએ બિલને ટેકો આપ્યો હતો. ત્યારબાદ સરકારે જ બંને બિલ અટકાવીને જેપીસીને મોકલવાની જાહેરાત કરી હતી.
કિરેન રિજિજુએઆ તકે કહ્યું કે અમે પ્રસ્તાવ મૂકીએ છીએ કે વક્ફમાં સુધારા અંગેનું બિલ જોઈન્ટ પાર્લામેન્ટ કમિટીને મોકલી દેવામાં આવે. તેના પર સ્પીકરે કહ્યું કે હાં અમે જલદી જ સમિતિ બનાવીશું. અસદુદ્દીન ઓવૈસીએ આ મામલે ડિવિઝનની માગ કરી હતી. જેની સામે સ્પીકરે કહ્યું કે તેના પર ડિવિઝન કેમ માગો છો? ત્યારબાદ ઓવૈસીએ કહ્યું કે અમે તો શરૂથી ડિવિઝનની માગ કરી રહ્યા છીએ. બિલ કોઈના ધર્મ પર તરાપ મારશે નહીં. આમ મુસ્લિમોને ફાયદો થશે. વકફ બોર્ડ પર કેટલાક લોકોનો કબજો છે. જેમને હક નથી મળ્યો તેમના માટે બિલ લવાયું છે. કોંગ્રેસ જે કામ કરી નથી શકી તે અમે કર્યું છે.
કેન્દ્ર સરકાર વતી કિરેન રિજિજુએ કહ્યું કે અમે ભાગીશું નહીં. આ બિલ અહીં પાસ કરી દો. તેના પછી તેમાં જે પણ સ્ક્રૂટિની કરવી હોય અમે તેના માટે તૈયાર છીએ. આ બિલ તમે સંયુક્ત સંસદીય સમિતિને મોકલી દો. દરેક પક્ષના સભ્યોને એ કમિટીમાં સામેલ કરો, જે પણ સ્ક્રૂટિની કરવી હોય તેના માટે અમે તૈયાર છીએ. આ સાથે કિરેન રિજિજુએ મુસ્લિમ વક્ફ રિપીલ બિલ રજૂ કર્યું હતું.