ઈન્ડિયા ગઠબંધનમાં શું થઈ બબાલ? મમતાએ શું ટેન્શન કરાવ્યું ? વાંચો
5 રાજ્યોની વિધાનસભા ચૂંટણીના પરિણામોમાં મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને રાજસ્થાનમાં ભાજપે જીત મેળવી છે, તો તેલંગણામાં કોંગ્રેસે જીત મેળવી છે. જ્યારે મિઝોરમમાં ઝેડપીએમનો વિજય થયો છે. ભાજપે 3 રાજ્યોમાં જીતની હેટ્રિક લગાવી છે, જે ઈન્ડિયા ગઠબંધન માટે ખતરાસમાન છે. વિપક્ષી ઈન્ડિયા ગઠબંધનની બુધવારે મહત્વની બેઠક યોજાવાની છે, જોકે તે પહેલા વિપક્ષી ગઠબંધનને મોટો આંચકો લાગ્યો છે.
વિપક્ષી ગઠબંધનની બેઠક બુધવારે 6 ડિસેમ્બરે યોજાશે, જોકે આ બેઠકમાં તૃણમુલ કોંગ્રેસ (TMC) ભાગ નહીં લે, તેવી આશંકા વ્યક્ત કરાઈ છે. ટીએમસી સાથે જોડાયેલ સૂત્રોએ મીડિયા જૂથને કહ્યું કે, કોંગ્રેસે 6 ડિસેમ્બરે નવી દિલ્હીમાં ઈન્ડિયા ગઠબંધનની બેઠક બોલાવી છે, તેની અમને કોઈ માહિતી નથી. સૂત્રો મુજબ મમતા બેનર્જી અન્ય કાર્યક્રમમાં જવાના હોવાથી, તેઓ બેઠકમાં નહીં જઈ શકે.