શું થયું ખેડૂત આંદોલનમાં ? વાંચો
ક્યાં થયું આંદોલનકારીનું મોત ?
ખેડૂતોએ આજે ફરી દિલ્હી ચલો કૂચની શરૂઆત કરી દીધી હતી. હરિયાણા સરહદથી ખેડૂતો માત્ર 50 મીટર દૂર રહી ગયા હતા ત્યારે એમને રોકવા માટે પોલીસ દ્વારા ફરી ટીયરગેસનો મારો ચલાવવામાં આવ્યો હતો. ખેડૂતો ગેસ માસ્ક પહેરીની આવ્યા હતા. સાથે બુલડોઝર અને જેસીબી પણ લાવ્યા હતા. શંભુ બોર્ડર પર 14 હજારથી વધુ ખેડૂતો એકત્ર થયા હતા અને 1200 ટ્રેક્ટર પણ આવ્યા હતા. જો કે પોલીસ અને જવાનોનો જડબેસલાક બંદોબસ્ત ગોઠવાયો હતો. પંજાબમાં ખનનોરી સીમા પર હાલત બગડી ગઈ હતી અને ખેડૂતોએ બેરીકેડિંગ તોડી નાખતાં પોલીસે ટીયર ગેસના શેલ છોડ્યા હતા અને પેલેટ ગનનો ઉપયોગ કર્યો હતો જેમાં ઘાયલ થયેલા એક આંદોલનકારીનું મોત થયું હતું. હરિયાણા પોલીસના પગલાંથી 20 ખેડૂતો ઘાયલ થયા હતા.
હરિયાણા પોલીસને ડર છે કે આ મશીનો દ્વારા પંજાબ અને હરિયાણા બોર્ડર પોઈન્ટ પર તહેનાત જવાનોને નુકસાન થઈ શકે છે. પોલીસે ટ્વિટરની મદદથી એક પોસ્ટ કરતાં અપીલ કરી હતી કે “પોકલેન, જેસીબી ના માલિકો અને ઓપરેટરોને વિનંતી છે કે કૃપા કરીને દેખાવકારોને તમારા સાધનો ઉપલબ્ધ ન કરાવો.
કેન્દ્ર નો 5 મી બેઠકનો પ્રસ્તાવ
હરિયાણા અને પંજાબને જોડતી શંભુ બોર્ડર પર આજે દિવસની શરૂઆતથી તણાવપૂર્ણ સ્થિતિ જોવા મળી રહી હતી ખેડૂતો દ્વારા શંભુ બોર્ડર પર આક્રમક વલણ અપનાવાયા બાદ સરકારે ફરી એકવાર વાતચીતનો પ્રસ્તાવ મોકલ્યો હતો. તેનાથી ફરી શાંતિભરી સ્થિતિ જોવા મળી .હતી.