મુંબઇમાં ઇડીની ઓફિસમાં શું થયું ? શું બની ઘટના ? જુઓ
મુંબઈમાં રવિવારે વહેલી સવારે ઇડી ઓફિસમાં ભીષણ આગ લાગતાં ભારે અફરાતફરી મચી ગઈ હતી. માહિતી અનુસાર, મ્યુનિસિપલ અધિકારીઓએ જણાવ્યું કે દક્ષિણ મુંબઈના બલાર્ડ એસ્ટેટ વિસ્તારમાં કૈસર-એ-હિંદ બિલ્ડિંગમાં ભીષણ આગ લાગી ગઈ હતી. આ ઇમારતમાં ઇડી ઓફિસ પણ આવેલી છે. આગની માહિતી મળતાં જ ફાયર બ્રિગેડના દસથી વધુ વાહનો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. જોકે, આમાં કોઈ જાનહાનિ થઈ નથી.
એવું કહેવામાં આવી રહ્યું છે કે આ ઓફિસમાં ઘણા મોટા રાજકારણીઓ અને ઉદ્યોગપતિઓ સામેના કેસોની તપાસ સંબંધિત દસ્તાવેજો રાખવામાં આવેલા છે. અધિકારીઓએ જણાવ્યું કે સવારે લગભગ 2:31 વાગ્યે, ફાયર બ્રિગેડને કરીમભોય રોડ પર ગ્રાન્ડ હોટેલ પાસે આવેલી બહુમાળી કૈસર-એ-હિંદ ઇમારતમાં આગ લાગવાની માહિતી મળી હતી.
ફાયર બ્રિગેડની ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ અને આગ બુઝાવવાનું કામ શરૂ કર્યું. ફાયર બ્રિગેડ કંટ્રોલ રૂમે પુષ્ટિ આપી હતી કે સવારે 3:30 વાગ્યાની આસપાસ, આગ લેવલ-2 સુધી વધી ગઈ, જેને સામાન્ય રીતે મોટી આગ માનવામાં આવે છે. જો કે સદનસીબે કોઈ જાનહાની થઈ નથી કારણ કે આગના સમયે ત્યાં કોઈ હાજર નહતા.