તેલંગણામાં શું બન્યો બનાવ ? કયા પૂર્વ સીએમનું નામ ઉછળ્યુ ? જુઓ
તેલંગણાના પૂર્વ સીએમ કે. ચંદ્રશેખર રાવ પર ભ્રષ્ટાચારના આરોપો લગાવનાર વ્યક્તિની હત્યા થઇ ગઈ છે. કાલેશ્વરમ પ્રોજેક્ટ હેઠળ મેદીગડ્ડા બેરેજના નિર્માણમાં તેલંગાણાના ભૂતપૂર્વ મુખ્યમંત્રી કે ચંદ્રશેખર રાવ અને અન્ય લોકો સામે ભ્રષ્ટાચારના આરોપો દાખલ કરવામાં આવ્યા હતા. જે વ્યક્તિએ આરોપ લગાવ્યો છે તે જયશંકરની ભૂપલપલ્લી નગરમાં હત્યા કરવામાં આવી હતી.

કે. ચંદ્રશેખર રાવ પર ભ્રષ્ટાચારના આરોપો લગાવનાર જયશંકર બુધવારે ભૂપલપલ્લી નગરમાં તેમના ઘરમાં મૃત હાલતમાં મળી આવ્યો હતો. ગુરૂવારે કોર્ટમાં કેસની સુનાવણી થવાની હતી, પરંતુ આ પહેલા જ તેની હત્યા થઇ ગઇ હતી. જો કે જમીનનો ઝગડો પણ આ બનાવમાં હોય શકે છે અને તે દિશામાં પણ પોલીસે તપાસ શરૂ કરી છે.
આ કેસની પ્રાથમિક તપાસના આધારે પોલીસે કોઈ રાજકીય એંગલ હોવાની વાતને નકારી કાઢી છે. જોકે તેમનું મૃત્યુ કુદરતી નહોતું પરંતુ તેમની હત્યા કરવામાં આવી હતી.
આ મામલે એવો દાવો કરવામાં આવ્યો છે કે 50 વર્ષીય જયશંકર પર જમીન વિવાદ સાથે જોડાયેલા એક કેસમાં તેના પર હુમલો કરીને તેની હત્યા કરવામાં આવી હતી. તેના પર બે અજાણ્યા શખ્સોએ છરીના ઘા ઝીંકી દીધા હતા.