રાહુલ ગાંધીના કેમ્પમાં શું બનાવ બન્યો ? વાંચો
કેટલા લોકો ઇજાગ્રસ્ત થયા ?
ઉત્તર પ્રદેશના મુરાદાબાદ જિલ્લામાં પહોંચેલી રાહુલ ગાંધીની ‘ભારત જોડો ન્યાય યાત્રા’માં મોટી દુર્ઘટના ઘટી ગઈ હતી. રાહુલ ગાંધી માટે બનાવવામાં આવેલા કામચલાઉ કેમ્પમાં બનેલા સીઆરપીએફના વોચ ટાવરમાં કરંટ આવવાથી એક વ્યક્તિનું મોતથયું હતું. અને 7 લોકો ઘાયલ થયા હતા.
આ દુર્ઘટના એ સમયે સર્જાઈ જ્યારે વોચ ટાવર ખોલવામાં આવી રહ્યો હતો. ઘટનાની સૂચના મળ્યા બાદ પોલીસ ઘટનાસ્થળ પર પહોંચી અને તાત્કાલિક તમામ ઘાયલ મજૂરોને હોસ્પિટલ ખસેડ્યા. જ્યાં સારવાર દરમિયાન એક મજૂરનું મોત થઈ ગયુ હતું.
મૃતકની ઓળખ નરેશ તરીકે થઈ હતી જેઓ ઝારખંડના ચતરા જિલ્લાના રહેવાસી હતા. તમામ ઘાયલો પણ ચતરા જિલ્લાના રહેવાસી છે. રાહુલ ગાંધીના રાત્રિ રોકાણના કાર્યક્રમને કારણે કામચલાઉ કેમ્પ બનાવવામાં આવ્યો હતો. આ દુર્ઘટના જિલ્લાના કોતવાલી કટઘર વિસ્તારના રામપુર રોડ ઝીરો પોઈન્ટ પાસે સર્જાઈ હતી.