કુવૈતમાં શું બની ઘટના ? નાગરિકો પર શું આવી આફત ? જુઓ
કુવૈત સરકારે રાતોરાત હજારો લોકોની નાગરિકતા રદ કરી દીધી છે . જેમાં પીડિતોમાં મોટાભાગે તો મહિલાઓ છે. જ્યારે લોકો સવારે ઉઠ્યા ત્યારે કેટલાક લોકોના બેંક ખાતા બંધ હતા અને કેટલાક લોકોની અન્ય સરકારી સુવિધાઓ બંધ થઈ ગઈ હતી. જ્યારે તેમણે પૂછપરછ કરી ત્યારે તેમને ખબર પડી કે તેમની નાગરિકતા રદ કરવામાં આવી છે. કુવૈતના અમીર કહે છે કે ફક્ત તે લોકોને જ કુવૈતના નાગરિક ગણવામાં આવશે જેમના અહીંના લોકો સાથે લોહીના સંબંધો હશે.
મે 2024 માં જ કુવૈતના અમીરે લોકશાહીને ખતરો ગણાવ્યો હતો અને બંધારણમાં સુધારાની જાહેરાત કરી હતી. સરકાર મોટે ભાગે એવા લોકોની નાગરિકતા રદ કરી રહી છે જેમને લગ્ન પછી અહીંની નાગરિકતા મળી છે. આ યાદીમાં મોટાભાગે એવી મહિલાઓનો સમાવેશ થાય છે જેમણે કુવૈતી પુરુષો સાથે લગ્ન કરીને નાગરિકતા મેળવી છે.
અમીર શેખ મેશાલ અલ અહેમદ અલ સબાહ ડિસેમ્બર 2023 માં કુવૈતના અમીર બન્યા હતા. ત્યારપછી તેમણે સંસદનું વિસર્જન કર્યું અને બંધારણના કેટલાક ભાગોને પણ સસ્પેન્ડ કરી દીધા. હવે અમીર કહે છે કે ફક્ત તે લોકોને જ કુવૈતના નાગરિક ગણવામાં આવશે જેમના અહીંના લોકો સાથે લોહીના સંબંધો હશે.
અમીરે એક ભાષણમાં કહ્યું કે કુવૈતમાં રહેતા આશરે 50 લાખ લોકોમાંથી માત્ર એક તૃતીયાંશ લોકો જ સાચા કુવૈતી છે. અમીરે કહ્યું કે હવે કુવૈતમાં ફક્ત મૂળ લોકો જ રહેશે. ઓગસ્ટથી અત્યાર સુધીમાં નાગરિકતા ગુમાવનારા 37000 લોકોમાં મહિલાઓનો પણ સમાવેશ થાય છે. જેમાંથી લગભગ 26 હજાર મહિલાઓ છે. આ કુવૈત સરકારનો ડેટા છે. મીડિયા કહે છે કે વાસ્તવિક સંખ્યાઓ તેનાથી પણ વધુ હોઈ શકે છે.
