દિલ્હીમાં બાંગ્લાદેશ હાઇ કમિશનની કચેરી સામે શું થયું ? કેળાં લોકો હાજર રહ્યા ? વાંચો
બાંગ્લાદેશમાં હિન્દુઑ પર થઈ રહેલા અત્યાચાર સામે વિરોધ કરવા માટે મંગળવારે દિલ્હીમાં બાંગ્લાદેશ હાઇ કમિશન કચેરી બહાર હજારોની સંખ્યામાં લોકો એકત્ર થયા હતા બાંગ્લાદેશની સરકાર સામે સૂત્રોચ્ચાર કર્યા હતા અને અત્યાચાર બંધ કરવા માંગણી કરી હતી. હિન્દુ સંગઠનો દ્વારા વિરોધ પ્રદર્શનું એલાન થયું હતું.
અનેક હિન્દુ સંગઠનો અને સ્ટુડન્ટ સંઘના લોકો દ્વારા કચેરી બહાર દેખાવો કરાયા હતા અને એવી માંગણી કરી હતી કે બાંગ્લાદેશમાં હિન્દુઑ સામેની હિંસા તત્કાળ બંધ કરવામાં આવે. હિંસા કરનારા લોકો સામે આકરી કાર્યવાહી કરવાની માંગ થઈ હતી.
વિરોધ પ્રદર્શન દરમિયાન હજારો લોકો એકત્ર થઈ ગયા હતા. એમણે એવી માંગ કરી હતી કે હિન્દુ સંતોને તત્કાળ જેલમુક્ત કરવામાં આવે. હિન્દુઓની હત્યા અને હુમલા બંધ કરવામાં આવે. સંયુક્ત રાષ્ટ્ર સંઘ હાય હાયની નારેબાજી પણ કરવામાં આવી હતી.
હિન્દુ સંગઠનો દ્વારા એક દિવસ પહેલા જ વિરોધ પ્રદર્શન કરવા અંગે જાણકારી અપાઈ હતી. આ એલાન બાદ મંગળવારે સવારથી જ લોકો હાઇ કમિશનની કચેરી સામે એકત્ર થવા લાગ્યા હતા.
એજ રીતે રવિવારે પણ દેશના અલગ અલગ જિલ્લાઓમાં હિન્દુઑ સામેની હિંસા વિરુધ્ધ વિરોધ પ્રદર્શન થયા હતા. અમદાવાદમાં પણ રેલી કાઢવામાં આવી હતી અને તેમાં હજારો લોકો જોડાયા હતા.