કોંગ્રેસમાં શું થઈ આંતરિક બબાલ ? વાંચો
મમતા બેનરજી સાથે સંબંધ રાખવા કે નહીં તે મુદ્દા પર કોંગ્રેસમાં આંતરિક બબાલ શરૂ થઈ ગઈ છે. પ.બંગાળમાં છેલ્લાં ઘણાં સમયથી મમતા બેનરજી અને અધીર રંજન ચૌધરી વચ્ચે શાબ્દિક યુદ્ધ જોવા મળી રહ્યું છે. જેના લીધે જ ગઠબંધનને પણ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.જોકે હવે આ મામલે ખુદ કોંગ્રેસ અધ્યક્ષ ખડગેએ નિવેદન આપીને વિવાદનો અંત લાવવાનો પ્રયાસ કર્યો છે પરંતુ તેના લીધે ખડગે અને અધીર રંજન ચૌધરી વચ્ચે બબાલ સર્જાઇ હતી. ખડગેએ એમ કહી દીધું હતું કે જેને મમતા સાથેનો સુમેળ મંજૂર ના હોય તે બહાર જઈ શકે છે.
અધીરરંજન કોંગ્રેસના ટોચના નેતા છે અને લોકસભામાં વિપક્ષના નેતા તથા બંગાળ કોંગીના વડા પણ છે. આ નેતા પણ હવે ટોચ લેવલના નેતાઓ સાથે મતભેદો વ્યક્ત કરી રહ્યા છે. હવે કઈક નવાજૂની થવાની સંભાવના દેખાઈ રહી છે.
મમતા બેનરજીએ થોડા દિવસો પહેલા એક જનસભાને સંબોધિત કરતા કહ્યું હતું કે જો કેન્દ્રમાં ઈન્ડિયા ગઠબંધનની સરકાર બનશે તો તેઓ તેને બહારથી સમર્થન આપશે. તેમના નિવેદન પર ટિપ્પણી કરતા અધીર રંજન ચૌધરીએ કહ્યું હતું કે મમતા બેનર્જી પર વિશ્વાસ કરી શકાય નહીં. તે ભાજપ સાથે જઈ શકે છે.
જ્યારે આ અંગે પૂછવામાં આવ્યું ત્યારે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ પત્રકારોને કહ્યું કે, મમતા બેનર્જી મહાગઠબંધનની સાથે છે. તેમણે હાલમાં જ કહ્યું છે કે તે સરકારમાં જોડાશે. અધીર રંજન ચૌધરી કોઈ નિર્ણય લેનારા નથી. નિર્ણય હું અને હાઈકમાન્ડ લેશું, જેઓ સહમત નથી તેઓ બહાર થશે.