અયોધ્યામાં શું બની ઘટના ? કોની લાશ મળી ? વાંચો
અયોધ્યામાં કાયદો વ્યવસ્થા વિભાગના એડીએમ સુરજીત સિંહનું શંકાસ્પદ સંજોગોમાં મૃત્યુ થયું હતું. રૂમમાંથી તેની લોહીથી લથપથ લાશ મળી આવી હતી. તેમનો મૃતદેહ કોતવાલી નગરની સુરસારી કોલોની સિવિલ લાઈનમાં તેમના ઘરેથી મળી આવ્યો હતો. આ ઘટનાથી ભારે ચર્ચા જાગી હતી અને જાત જાતની વાતો બહાર આવી રહી હતી. આ ઘટના આપઘાત છે કે હત્યા તે બારામાં તપાસ શરૂ થઈ છે.
હાલ મૃત્યુનું કારણ યોગ્ય રીતે જાણી શકાયું નથી. માહિતી મળતા જ ડિવિઝનલ કમિશનર, ડીએમ અને જિલ્લા વહીવટીતંત્રના તમામ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે.
ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને ફોરેન્સિક ટીમ પણ ઘટનાસ્થળે દોડી ગયા હતા. મૃત્યુનું કારણ જાણી શકાયું નથી. પોલીસ તપાસમાં વ્યસ્ત છે. આ મામલે હજુ સુધી પોલીસ દ્વારા કોઈ નિવેદન આપવામાં આવ્યું નથી. કહેવામાં આવી રહ્યું છે કે રૂમની ચારે બાજુ ફ્લોર પર લોહી ફેલાયેલું હતું.
આ ઘટના હત્યાની હોવાની શંકા પ્રથમ નજરે થઈ રહી છે. જો કે પોલીસની ઊંડી તપાસ બાદ જ સાચી હકીકત બહાર આવી શકે છે. આપઘાત હોય તો રૂમમાં ચારેકોર લોહી ફેલાઈ શકે નહીં તેમ પણ માનવામાં આવે છે. જો ધોરી નસ કપાઈ હોય તો તે શક્ય પણ છે.