દેશના ઇતિહાસમાં પહેલીવાર શું બન્યું ? જુઓ
અદાલતે કોને આપી ફાંસીની સજા ?
ભારતના ઈતિહાસમાં પહેલીવાર કોઈ સમલૈંગિકને ફાંસીની સજા સંભળાવાઈ હોવાનો મામલો સામે આવ્યો હતો. મુંબઈની સેશન કોર્ટે ત્રણ મહિનાની બાળકી પર દુષ્કર્મ બાદ હત્યાના કેસમાં સમલૈંગિકને ફાંસીની સજા સંભળાવી હતી. ન્યાયાધીશ અદિતિ કદમે આ ચુકાદો સંભળાવ્યો હતો. તેમણે કહ્યું કે, ‘આજીવન કેદનો નિયમ છે અને મોતની સજા અપવાદ છે. આ અત્યંત ગંભીર ગુનો છે. આ સજા રેર ઓફ ધ રેરેસ્ટ કેસમાં ફટકારવામાં આવે છે. આ કેસમાં જે રીતે અમાનવીયતા અને બર્બરતા સામે આવી છે, તેથી આ દુર્લભ કેસ બની જાય છે. ’
કોર્ટમાં 24 વર્ષના સમલૈંગિક વિરુદ્ધ નવજાત બાળકીનું અપહરણ, દુષ્કર્મ અને હત્યાનો કેસ ચાલી રહ્યો હતો. તેણે 2021માં મુંબઈના કાફે પરેડ વિસ્તારમાં આ બિભત્સ ઘટનાને અંજામ આપ્યો હતો. કોર્ટમાં સમલૈંગિક વ્યક્તિને સજા સંભળાવી, ત્યારે તેના ચહેરા પર કોઈપણ પ્રકારનો ભાવ ન હતો અને તે ચુપચાપ ઉભો રહ્યો હતો. હવસખોર સમલૈંગિક વ્યક્તિનો શિકાર બનેલી બાળકીના માતા-પિતા અને પરિવારના કેટલાક સભ્યો કોર્ટમાં પહોંચ્યા હતા. બાળકીના પિતાએ કહ્યું કે, આ મામલે કોર્ટે તુરંત કાર્યવાહી આગળ વધારી. અમે કોર્ટના નિર્ણયથી સંતુષ્ટ છીએ.
બાળકીના જન્મ બાદ સમલૈંગિક વ્યક્તિ પ્રથા મુજબ પરિવાર પાસે ગિફ્ટ માંગવા આવી ગયો હતો, પરંતુ પરિવારે તેને શુકન આપવાનો ઇનકાર કરી દીધો હતો. આ દરમિયાન તેનો પરિવાર સાથે ઝઘડો પણ થયો હતો. ત્યારબાદ પરિવારના સભ્યો સુઈ રહ્યા હતા ત્યારે તે છુપાઈને ઘરમાં આવી બાળકીને ઉઠાવી લઈ ગયો હતો અને દુષ્કર્મ આચર્યું હતું. ત્યારબાદ તેની હત્યા કરી લાશને એક નહેરમાં ફેંકી દીધી હતી. પૉક્સો કોર્ટના ન્યાયાધીશએ કહ્યું કે, આ કોલ્ડ બ્લડેડ મર્ડર હતું.