આપના ધારાસભ્યોએ સુનિતા કેજરીવાલને શું કહ્યું ? વાંચો
દીલ્હીનાં મુખ્યમંત્રી કેજરીવાલને જેલ મોકલી દેવાયા બાદ એમના પત્ની સુનિતા ફૂલ એક્શનમાં આવી ગયા છે. મંગળવારે સરકારી નિવાસ પર પાર્ટીના 55 ધારાસભ્યો અને મંત્રીઓએ સુનિતા કેજરીવાલ સાથે મુલાકાત કરી હતી. આ બેઠકમાં મંત્રી આતીશી, સૌરભ ભારદ્વાજ, કૈલાશ ગહલોત, ગોપાલ રાય પણ હાજર રહ્યા હતા.
બધા જ સભ્યોએ સુનિતાને એમ કહ્યું હતું કે કેજરીવાલે જેલથી જ સરકાર ચલાવવી જોઈએ. એમણે રાજીનામું આપવું જોઈએ નહીં. સુનિતાને એવું આશ્વાસન આપવામાં આવ્યું હતું કે અમે બધા જ તમારી સાથે છીએ.
બેઠક બાદ મંત્રીઓએ મીડિયાને કહ્યું હતું કે અરવિંદ કેજરીવાલ સાથે મુલાકાત કરવાની સુનિતાને મંજૂરી છે માટે અમે સુનિતા કેજરીવાલને આશ્વાસન આપ્યું છે. આ સાથે અરવિંદ કેજરીવાલને મેસેજ મોકલી દીધો છેકે તમારે રાજીનામું આપવાની જરૂર નથી.
સૌરભ ભરદ્વાજે કહ્યું હતું કે પાર્ટી તરફથી સુનિતા મેસેજ લઈ જઈ શકે છે અને ત્યાંથી મેસેજ લાવી પણ શકે છે. કેજરીવાલ જ મુખ્યમંત્રી છે અને તેઓ જ આ પદ ઉપર રહેવાના છે. દીલ્હીની 2 કરોડની જનતા અરવિંદ કેજરીવાલ સાથે ઊભી છે.