સુપ્રીમ કોર્ટે દીલ્હી સહિતના રાજ્યોને કડક શબ્દોમાં શું કહ્યું ? વાંચો
દીલ્હી અને આસપાસના રાજ્યોમાં ફેલાઈ ગયેલા ભયાનક પ્રદૂષણને લઈને સુપ્રીમ કોર્ટે સખત વલણ અપનાવી લીધું હતું. આજે ચાલેલી લાંબી સુનાવણીમાં અદાલતે કહ્યું હતું કે પ્રદૂષણ રોકવા માટે રાજ્ય સરકારો કડક પગલાં ભરે, નહીં તો અમે બુલડોઝર શરૂ કર્યું તો પછી અમે અટકીશું નહીં. રાજ્યો રાજનીતિ બંધ કરી સમસ્યાનો હલ કાઢે. પરાળી બાળવી તે રાજકીય સમસ્યા નથી.
આ સિવાય સુપ્રીમ કોર્ટે કહ્યું કે, ઓડ-ઈવનનો નિયમ અવૈજ્ઞાનિક છે. સ્મોક ટાવર કેમ બંધ? પરાળીથી ખાતરનું શું થયું? પંજાબમાં કેમ સળગી રહી છે પરાળી? પંજાબમાં ધાનની ખેતીનો વિકલ્પ શોધવામાં આવે. અમે લોકોને મરતા ન જોઈ શકીએ.
સુપ્રીમ કોર્ટના જજ કૌલએ આ પ્રકારની કડક ટીપ્પણી કરતા કહ્યું કે, જો તે બુલડોઝર કર્યવાહી કરશે તો 15 દિવસ સુધી બંધ નહીં કરે. અમે ઈચ્છીએ છીએ કે દિવાળીની રજાઓ પહેલા તમામ સત્તા પક્ષકારો એક બેઠક યોજે અને નિવારણ માટે કાર્ય કરે. અમે આ સમસ્યાનો તાત્કાલિક ઉકેલ ઈચ્છીએ છીએ. કોર્ટે કહ્યું કે, દિલ્હીમાં બસોના કારણે થતા પ્રદૂષણની ટકાવારી પણ ઘણી વધી ગઈ છે.
સુપ્રિમ કોર્ટે પંજાબને પણ કડક શબ્દોમાં કહ્યું હતું કે, પરાળી સળગાવવાની ઘટનાઓના કારણે આ પ્રદૂષણ વધી રહ્યું છે. આ પ્રદૂષણથી દિલ્હીમાં કેટલા બાળકો સ્વાસ્થ્ય સમસ્યાઓથી પીડાઈ છે. મને ફરક નથી પડતો કે તમે કેવી રીતે કરશો પણ આ પરિસ્થીતી અટકવી જોઈએ. પ્રદૂષણ રાજકીય મુદ્દો બને તે યોગ્ય નથી.