જ્ઞાનવાપી કેસમાં મુસ્લિમ પક્ષને સુપ્રીમ કોર્ટે શું કહ્યું.. જુઓ
જ્ઞાનવાપી મસ્જિદ મંદિર કેસમાં મુસ્લિમ પક્ષને સુપ્રીમ કોર્ટથી ઝટકો લાગ્યો હતો. અદાલતે આ કેસ અલ્લાહબાદ હાઇકોર્ટથી અન્ય કોઈ અદાલતમાં ટ્રાન્સફર કરવાની માંગણી કરતી અરજી સુપ્રીમ ફગાવી દીધી હતી. કેસને બીજી પીઠ સમક્ષ મોકલવાના ફેસલાનો વિરોધ અરજીમાં કરાયો હતો.
સુપ્રીમની બેન્ચે એમ ઠરાવ્યું હતું કે દલીલો સાંભળી છે પણ હાઇકોર્ટના ફેસલામાં દાખલ દેવાનો અમારો ઇરાદો નથી. હાઇકોર્ટોમાં આ એક સ્ટાન્ડર્ડ પ્રક્રિયા છે અને તેના મુખ્ય ન્યાયમૂર્તિનાં અધિકાર ક્ષેત્રમાં છે માટે આવી બાબતમાં સુપ્રીમ કોર્ટ દખલગીરી કરી શકે નહીં.
આ પેહલા હાઇકોર્ટે આ કેસ એકલ જજની પીઠ પાસેથી બીજી પીઠને આપવાનો હુકમ કર્યો હતો અને તેને મસ્જિદ કમિટીએ સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો. મુખ્ય ન્યાયમૂર્તિએ કહ્યું હતું કે કેસ ટ્રાન્સફર કરવાનું કારણ પણ અપાયું હતું પરંતુ તેને ખલલી અદાલતમાં જાહેર કરી શકાય નહીં.
હાઇકોર્ટની એક જજવાળી પીઠ 2021 થી આ કેસ પર સુનાવણી કરી રહી હતી પણ પીઠ દ્વારા અનિયમિતતા કરવામાં આવી રહી છે તેવી એક પક્ષે રજૂઆત કરી હતી અને હાઇકોર્ટે કેસ બીજી પીઠને ટ્રાન્સફર કરી દીધો હતો.