હાઇકોર્ટને સુપ્રીમ કોર્ટે શું કહી દીધું ? કયા કેસમાં ચુકાદો બદલ્યો ? જુઓ
કન્યાઓને યૌન ઈચ્છાને અંકુશમાં રાખવા માટે કોલકત્તા હાઈકોર્ટની સલાહ પર સુપ્રીમ કોર્ટે આ મામલાની સુઓ મોટો સંજ્ઞાન લઈને પોતાની નારાજગી વ્યક્ત કરી હતી. હાઈકોર્ટે જાતીય સતામણીના એક કેસમાં આ ટિપ્પણી કરી હતી. આ કેસમાં કોલકત્તા હાઈકોર્ટે પોકસો આરોપમાંથી આરોપીને નિર્દોષ જાહેર કર્યો હતો. સુપ્રીમ કોર્ટે મંગળવારે આરોપીને દોષિત જાહેર કર્યો હતો.
આ મામલામાં સુપ્રીમ કોર્ટે કહ્યું કે અદાલતોએ કોઈપણ કેસમાં નિર્ણય આપતી વખતે પોતાનો અંગત અભિપ્રાય અથવા સલાહ આપવાનું ટાળવું જોઈએ. સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટની ટિપ્પણીઓને અત્યંત વાંધાજનક અને બિનજરૂરી અને કલમ 21 હેઠળ મૂળભૂત અધિકારોનું ઉલ્લંઘન ગણાવી હતી.
હાઈકોર્ટે કયા કેસમાં ટિપ્પણી કરી…
સગીરની જાતીય સતામણીના કેસમાં આપેલા નિર્ણયમાં, કોલકાતા હાઈકોર્ટે કહ્યું હતું કે છોકરીઓએ પોતાની ઈચ્છાઓ પર નિયંત્રણ રાખવું જોઈએ અને 2 મિનિટના આનંદ પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ નહીં. આ સાથે કોર્ટે છોકરાઓને પણ સલાહ આપી હતી કે તેઓ પણ છોકરીઓની ગરિમાનું સન્માન કરે. છોકરીએ સ્વેચ્છાએ સેક્સ કર્યું હોવાનું નિવેદન આપ્યા બાદ કોર્ટે આરોપી કિશોરને પોકસો આરોપમાંથી મુક્ત પણ કર્યો હતો.
સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યો હતો કે આ સમગ્ર મામલો જેજે એક્ટ હેઠળ જુવેનાઈલ જસ્ટિસ બોર્ડને મોકલવામાં આવે. અમે આ કેસમાં કેટલીક સૂચનાઓ જારી કરી છે કે ચુકાદો કેવી રીતે લખવો જોઈએ. સુપ્રીમ કોર્ટે કહ્યું કે અમે હાઈકોર્ટના નિર્ણયને પલટી દીધો છે અને આરોપીને બળાત્કારની કલમ હેઠળ દોષિત જાહેર કર્યો છે.