લગ્નેત્તર સંબંધો અંગે સુપ્રીમ કોર્ટે શું કોમેન્ટ કરી ? શું કર્યું ? વાંચો
લગ્નેત્તર સંબંધ રાખતી મહિલાઓ સાવધાન
સુપ્રીમ કોર્ટે એક મહત્વના ફેસલામાં એમ ઠરાવ્યું હતું કે જો કોઈ મહિલા કોઈ પુરુષ સાથે વર્ષો સુધી સહમતી સાથે સંબંધ રાખે છે તો પછી રહી રહીને વર્ષો બાદ તે દુષ્કર્મનો આરોપ મૂકી શકે જ નહીં. કોર્ટે આ પ્રકારના વધી રહેલા મામલાઓ અંગે ચિંતા પણ વ્યક્ત કરી હતી.
અદાલતે કહ્યું કે પુરુષે લગ્નનો ખોટો વાયદો કર્યો તેવા આધાર પર દુષ્કર્મનો કેસ બની શકે નહીં. સંબંધ ખરાબ થાય ત્યારે આ પ્રકારના કેસ દાખલ થઈ રહ્યા છે તેમ કહીને કોર્ટે ચિંતા દર્શાવી હતી અને મુંબઈની એક મહિલા દ્વારા પોતાના પુરુષ મિત્ર સામે થયેલી 7 વર્ષ જૂની એફઆઇઆર રદ કરી દીધી હતી.
ન્યાયમૂર્તિ નાગરત્ના અને ન્યાયમૂર્તિ કોટેશ્વર સિંહની બનેલી પીઠે એમ પણ કહ્યું હતું કે અત્યારે ભારે ચિંતાજનક ચલણ થઈ ગયું છે કે લાંબા સમયથી ચાલતા સંબંધોમાં ખટાસ પેદા થાય ત્યારે તેને અપ્રાધિક રૂપ આપવાનો પ્રયાસ કરાય છે. વર્ષો સુધી શારીરિક સંબંધ બનાવ્યા બાદ રેપનો આરોપ મૂકી શકાય નહીં.
મુંબઈની મહિલા અને એક પુરુષ વચ્ચે 2008 માં સંબંધ શરૂ થયા હતા. પુરુષ પરિણીત છે અને મહિલા વિધવા છે. પુરુષે લગ્ન કરવાનો વાયદો કર્યો હતો. પુરુષની પત્નીએ મહિલા સામે ધરાર વસૂલી કરવા અંગેની ફરિયાદ પણ દાખલ કરી હતી. ત્યારબાદ 2017 માં મહિલાએ પુરુષ મિત્ર સામે દુષ્કર્મની ફરિયાદ કરી હતી. આ અંગેની એફઆઇઆર સુપ્રીમ કોર્ટે રદ કરી દીધી હતી.