વડાપ્રધાને મહારાષ્ટ્ર અને છત્તીસગઢમાં શું કહ્યું ? વાંચો
કોંગ્રેસ પર શું મૂક્યો આરોપ ?
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે ચુંટણી પ્રચાર સઘન બનવીને છત્તીસગઢ અને મહારાષ્ટ્રમાં સભાઓ ગજાવી હતી. એમણે વિપક્ષ પરના હુમલા ચાલુ જ રાખ્યા હતા. છત્તીસગઢના બસ્તર ખાતે વડાપ્રધાને વિરાટ સભાને 3:59 PM 4/8/2024 સંબોધન કરતાં કહ્યું હતું કે મોદી સરકારે દેશને લૂટવાનું લાયસન્સ જ રદ કરી દીધું છે માટે વિપક્ષ વ્યાકૂળ અને નારાજ છે. એ લોકો ભ્રષ્ટાચારીઓને બચાવવા માંગે છે.
કોંગ્રેસ પરના હુમલા યથાવત રાખીને એમણે કહ્યું હતું કે કોંગ્રેસના રાજમા નકરો ભ્રષ્ટાચાર જ થાય છે. આ પાર્ટીએ ક્યારેય ગરીબોની ચિંતા કરી જ નથી. પરિવારની જ ભલાઈ કરી છે. વિપક્ષ પર આકરા પ્રહાર કરીને મોદીએ રામ મંદિરનો ઉલ્લેખ કરીને કહ્યું હતું કે કોંગ્રેસ સહિતના વિપક્ષે મંદિરનું આમંત્રણ ઠુકરાવી દીધું હતું.
સરકારની કામગીરીનો ખ્યાલ આપીને એમણે કહ્યું હતું કે પાછલા 10 મ વર્ષમાં દેશે ઘણી પ્રગતિ કરી છે. 34 લાખ કરોડ રૂપિયા ગરીબોના ખાતામાં ગયા છે. હજુ પણ ગરીબ કલ્યાણ અમારી સૌથી મોટી પ્રાથમિકતા છે. આજે દેશમાં સર્વત્ર વિકાસ થઈ રહ્યો છે. એટલે જ આજે આખો દેશ અબ કી બાર 400 પાર કહી રહ્યો છે.
વિપક્ષને જવાબ આપીને એમણે એમ પણ કહ્યું હતું કે ભારત જ મોદીનો પરિવાર છે. ભાજપને હમેશા લોકોના અને આદિવાસીઓના આશીર્વાદ મળ્યા છે. જનતાના સપના એ જ મારો સંકલ્પ રહ્યો છે. દેશવાસી જ મોદીનું રક્ષા કવચ છે માટે હું કોઇની ધમકીઓથી ડરતો નથી. મારુ માથું ફોડી નાખવાની ધમકીઓ અપાઈ રહી છે.
મહારાષ્ટ્રમાં પણ મોદીએ સભા ગજાવી હતી અને વિપક્ષ તથા ખાસ કરીને કોંગ્રેસની સખત આલોચના કરી હતી. એમણે કહ્યું હતું કે ભ્રષ્ટાચારીઓને કોઈ પણ ભોગે છૂટ આપી શકાય જ નહીં. મોદીની ગેરંટી ભ્રષ્ટાચાર ખતમ કરવાની છે.