બિહારમાં વડાપ્રધાને શું કહ્યું ? જુઓ
રાજદ વિષે શું કહ્યું ?
વડાપ્રધાન મોદીએ મંગળવારે પ્રચારની ગાડી પુરપાટ દોડાવી હતી અને એમણે બિહારનો પ્રવાસ કરીને બે શહેરોમાં સભાઓ ગજાવી હતી અને વિપક્ષ પર આકરા પ્રહાર કર્યા હતા. એમણે ભાજપની સરકાર જ ત્રીજીવાર બની રહી છે તેવો વિશ્વાસ દર્શાવ્યો હતો.
વડાપ્રધાને બિહારના ગયા અને પૂર્ણિયા ખાતે સભાઓ સંબોધીને કહ્યું હતું કે બિહારમાં રાજદ ભ્રષ્ટાચારનો સૌથી મોટો ચહેરો રહ્યો છે. અમે ભ્રષ્ટાચારીઓની સામે આકરી કાર્યવાહી કરવા માટે મક્કમ છીએ. કોઈ પણ ગોરખધંધા કરનારને છોડવામાં આવશે નહીં.
મોદીએ કહ્યું કે એક જમાનો હતો જ્યારે બિહારમાં જંગલ રાજ હતું. અપહરણ થતાં હતા અને ગુંડાગીરી ચારેકોર હતી. જો કે નીતિશ કુમારના નેતૃત્વમાં બિહાર બદલાઈ ગયું છે. હવે મહાગઠબંધનવાળા બિહારમાં ફરી જૂના દિવસો લાવવા માંગે છે.
એમણે એવી ખાતરી પણ આપી હતી કે અમારી ત્રીજી ટર્મમાં અમે બિહારમાં ભ્રષ્ટાચારીઓ સામે વધુ સખત હાથે કામ લેવાના છીએ અને હજુ મોટી કાર્યવાહી થવાની બાકી છે. મોદી છે ત્યાં સુધી બિહારમાં જંગલ રાજ આવશે નહીં.
મોદીએ વિપક્ષને સનાતન વિરોધી ગણાવીને લોકોને એવી અપીલ કરી હતી કે આવા લોકોને સજા થવી જ જોઈએ . લોકો આવા સનાતન વિરોધીઓને ધ્યાનમાં રાખે. ઘમંડિયા ગાંઠબંધનનો પરાજય નક્કી જ છે.