બિહાર,બંગાળ અને એમપીમાં વડાપ્રધાને શું કહ્યું ? વાંચો
કોંગ્રેસ પર શું આરોપ મૂક્યો ?
લોકસભાની ચટણી માટે વડાપ્રધાન એક પછી એક રાજ્યોનો પ્રવાસ કરી રહ્યા છે અને રવિવારે એમણે બિહાર, બંગાળ તથા મધ્ય પ્રદેશમાં સભાઓ સંબોધી હતી અને રોડ શો કર્યા હતા. પ્રચારમાં વડાપ્રધાને કોંગ્રેસ સહિતના વિપક્ષ પર આકરા પ્રહારો કર્યા હતા. સાથે પાક અને તેના ટેકેદારોને પણ આડે હાથ લીધા હતા. બંગાળના જલપાઈગુડી ખાતે પણ એમણે સભા સંબોધી હતી.
વડાપ્રધાને કહ્યું હતું કે ભારતને આંખ દેખાડનાર આજે લોટ માટે તરસી રહ્યા છે. ભારતની તાકાત મોદી શાસનમાં ખૂબ વધી છે. એમણે બિહારના નવાદા ખાતેની રેલીને સંબોધતાં કહ્યું હતું કે કોંગ્રેસે રામ મંદિરને રોકવાનો પ્રયાસ કર્યો હતો. હવે રામ નવમી આવી રહી છે ત્યારે પાપ કરનારાઓને ભૂલવાનું નથી. વિપક્ષી દળોએ રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા રોકવાનો પ્રયાસ કર્યો હતો. લોકો એમને સજા કરે.
ઈન્ડિયા ગઠબંધન પર નિશાન સાધીને મોદીએ કહ્યું હતું કે મારી ગેરંટી સામે એમને વાંધો છે. મારી ગેરંટીને ગેરકાયદે કહે છે. હું ગેરંટી એટલા માટે આપું છું કે મારી દાનત સાફ છે. મોદી ગેરંટી પૂરી કરવા માટે મહેનત કરે છે. વિપક્ષની સરકાર જ્યાં હોય ત્યાં ભ્રષ્ટાચાર જ થાય છે. એમણે કહ્યું કે હું 2047 ને ધ્યાનમાં રાખીને 24 કલાક કામ કરી રહ્યો છું. હજુ તો વિકાસના ઘણા કામ બાકી છે જે ત્રીજી ટર્મમાં પૂરા થશે.
બંગાળના જલપાઈગુડી ખાતે સભામાં મોદીએ કહ્યું હતું કે બંગાળની ટીએમસી સરકાર ગરીબ અને કિસાન વિરોધી છે. અહીં સામાન્ય લોકો સાથે કોઈ ન્યાય થતો નથી. આ ચુંટણી સશક્ત સરકાર બનાવવા માટેની છે. મોદી સરકાર દુનિયામાં પ્રભાવક ગણાઈ રહી છે.
બંગાળમાં તોફાનનો ભોગ બનેલા સાથે મુલાકાત
એમણે લોકોને કહ્યું હતું કે આ વખતે ચુંટણીમાં ટીએમસીના બધા ઉમેદવારોની ડિપોઝિટ જપ્ત કરાવવાની છે. બંગાળમાં ભાજપ જ શાંતિ અને સલામતી તથા વિકાસ આપી શકે એમ છે. મમતા બેનર્જીની પાર્ટી પર એમણે ગંભીર આરીપ મૂક્યા હતા. સાથે વડાપ્રધાને તોફાનનો અને હિંસાનો ભોગ બનેલા લોકો સાથે મુલાકાત કરી વાતચીત કરી હતી અને ન્યાય તથા સુરક્ષા આપવાની હૈયાધારણ આપી હતી.
એમપીમાં રોડ શો
વડાપ્રધાને મધ્ય પ્રદેશમાં રોડ શો કર્યો હતો અને કહ્યું હતું કે આજે આખો દેશ અબ કી બાર 400 પાર કહી રહ્યો છે. કારણ કે અમે પાછલા 10 વર્ષમાં સમાજના દરેક વર્ગના વિકાસ માટે કાંકર્યું છે. મહિલાઓને સુરક્ષિત અને આર્થિક રીતે પગભર બનાવી છે. વડાપ્રધાનને આવકારવા માટે લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. શિવરાજ સિંહે એમ કહ્યું હતું કે એમપીમાં બધી બેઠકો ભાજપને મળશે.