બંગાળમાં વડાપ્રધાને શું કહ્યું ? વાંચો
બંગાળમાં વડાપ્રધાને શું કહ્યું ? વાંચો
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે પશ્ચિમ બંગાળમાં ફરી સભા ગજાવી હતી અને વિપક્ષનો ઉધડો લીધો હતો. મુખ્યમંત્રી મમતા બેનર્જી, તૃણમૂલ કોંગ્રેસ અને કોંગ્રેસ પર નિશાન તાકીને તેમણે કહ્યું કે કોંગ્રેસ અને ટીએમસીએ વોટ બેંકની રાજનીતિ સમક્ષ આત્મસમર્પણ કર્યું છે. આ દરમિયાન તેમણે રામ મંદિર નો પણ ઉલ્લેખ કર્યો હતો. વડાપ્રધાન નેરન્દ્ર મોદીએ પશ્ચિમ બંગાળના બેરકપુરમાં જનસભાને સંબોધિત કરતી વખતે પાંચ ગેરંટી પણ લોકોને આપી હતી.
મોદીએ કોંગ્રેસ પર નિશાન સાધતા કહ્યું કે, “દેશની આઝાદી પછી, કોંગ્રેસ પરિવારે 50 વર્ષ સુધી સરકારો ચલાવી, પરંતુ કોંગ્રેસના શાસનમાં, પૂર્વ ભારતમાં માત્ર ગરીબી અને સ્થળાંતર જ મળ્યું.” બંગાળ હોય, બિહાર હોય, ઝારખંડ હોય, ઓડિશા હોય, આંધ્રપ્રદેશ હોય. કોંગ્રેસ અને ભારતીય ગઠબંધનના પક્ષોએ પૂર્વ ભારતને પછાત છોડી દીધું. બંગાળમાં હિન્દુઓને સેકન્ડ ક્લાસ સીટીઝન બનાવી દેવાયા છે.
તેમણે વધુમાં કહ્યું કે, “2014માં તમે મોદીને તક આપી હતી, મોદીએ નક્કી કર્યું છે કે તેઓ દેશના પૂર્વીય ભાગને વિકસિત ભારતનું ગ્રોથ એન્જિન બનાવશે.”
એમણે વધુમાં કહ્યું કે સંદેશખાલીના ગુનેગારને પહેલા તૃણમૂલ કોંગ્રેસ અને પોલીસે બચાવ્યો અને હવે ટીએમસીએ નવો ખેલ શરૂ કર્યો છે. ટીએમસીના ગુંડા સંદેશખાલીની બહેનોને ડરાવી રહ્યા છે અને ધમકાવી રહ્યા છે, કારણ કે જુલમ કરનારનું નામ શાહજહાં શેખ છે. અમારી સરકાર કોઈ પણ જુલમગારને છોડશે નહીં અને મહિલાઓની રક્ષા કરવામાં જરા પણ કચાશ રાખશે નહીં. વડાપ્રધાને લોકોને 5 ગેરંટી આપી હતી.
કઈ પાંચ ગેરંટી આપી
1 ધર્મના આધારે અનામત અપાશે નહીં
2 એસસી-ઓબીસીની અનામત ખતમ નહીં કરાય
3 રામ નવમી મનાવવાથી કોઈ રોકી નહીં શકે
4 રામ મંદિર પરના ફેસલાને કોઈ પલટી નહીં શકે
5 સીએએ કાયદાને કોઈ રદ નહીં કરી શકે
