વડાપ્રધાને સ્ટાર્ટ અપ વિષે શું કહ્યું ? વાંચો
યુનિકોર્નની સંખ્યા કેટલી ?
વડાપ્રધાન મોદીએ બુધવારે સવારે દીલ્હીના ભારત મંડપમ ખાતે સ્ટાર્ટ અપ મહાકુંભનું ઉદ્ઘાટન કર્યું હતું. આ તકે એમણે કહ્યું હતું કે દેશ વિકસિત ભારત 2047 માટે કામ કરી રહ્યો છે. આ એક રોડમેપ છે અને અમારી સરકાર તેના માટે પ્રતિબધ્ધ છે. આજે દેશ ચારે દિશામાં આગળ વધી રહ્યો છે.
સ્ટાર્ટ અપ અંગે બોલતાં મોદીએ કહ્યું હતું કે દેશની યુવા શક્તિનું સામર્થ્ય આજે આખી દુનિયા જોઈ રહી છે. દેશે સ્ટાર્ટ અપ ઇકોસિસ્ટમ નિર્માણ તરફ અનેક પગલાં લીધા છે અને તેનો સતત વિકાસ અને વિસ્તાર થઈ રહ્યો છે. વિતેલા દસકામાં ભારતે આઇટી અને સોફ્ટવેર સેક્ટરમાં પોતાની છાપ છોડી છે. હવે દેશમાં ઇનોવેશન અને સ્ટાર્ટ અપ કલ્ચરનો ટ્રેન્ડ વધતો જોઈ રહ્યા છીએ.
મોદીએ કહ્યું કે સ્ટાર્ટ અપ લોન્ચ તો ઘણા લોકો કરે છે અને રાજકારણમાં તો તે વધારે જ થાય છે. આપણે પ્રયોગશીલ છીએ અને યુવાનો આ દિશામાં કામ બતાવી રહ્યા છે અને દુનિયા આખી તેમની શક્તિ જોઈ રહી છે. આજે દેશમાં 110 યુનિકોર્ન છે અને તે એ વાતની દલીલ છે કે આપણે આ સેક્ટરમાં ઝડપથી આગળ વધી રહ્યા છીએ.
વડાપ્રધાને એમ પણ કહ્યું હતું કે ભારતે ખરા સમયે અને યોગ્ય નિર્ણયો લઈને યુવકોને આગળ વધવાનો મોકો આપ્યો છે અને આજે દરેક ફિલ્ડમાં લોકો આગળ વધી રહ્યા છે અને સર્જન કરી રહ્યા છે.