મન કી બાતમાં વડાપ્રધાને શું કરી અપીલ ? જુઓ
વડાપ્રધાન મોદીનો ‘મન કી બાત’ 112મો એપિસોડ રવિવારે ટેલિકાસ્ટ કરવામાં આવ્યો હતો. આ પ્રસારણમાં મોદીએ મેથ્સ ઓલિમ્પિયાડના વિજેતાઓને અભિનંદન પાઠવ્યા હતા. રાષ્ટ્રને સંબોધિત કરતી વખતે તેમણે કહ્યું કે ભારતે મેથ્સ ઓલિમ્પિયાડમાં 4 ગોલ્ડ જીત્યા છે. કાર્યક્રમમાં આગળ વધીને વડાપ્રધાન મોદીએ પેરિસ ઓલિમ્પિકને લઈને પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા.
દરેક ઘરમાં ત્રિરંગો
આગામી સ્વતંત્રતા દિવસ એટલે કે 15મી ઓગસ્ટની તૈયારીઓ અંગે પણ તેમણે મન કી બાતમાં પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા. તેમણે દેશવાસીઓને 15 ઓગસ્ટે દરેક ઘરમાં ત્રિરંગા ઝુંબેશમાં જોડાવવા અપીલ કરી હતી. દેશનો દરેક વર્ગ આ અભિયાન સાથે જોડાયેલો છે. લોકો તિરંગા સાથે સેલ્ફી પોસ્ટ કરી રહ્યા છે. યુવાનોને અપીલ કરતાં તેમણે કહ્યું કે, દરેક ઘરે તિરંગો ફરકાવી સેલ્ફી અપલોડ કરવી જોઈએ.
તેણે કહ્યું કે આખી દુનિયામાં પેરિસ ઓલિમ્પિકની ચર્ચા છે. દેશવાસીઓએ ખેલાડીઓને પ્રોત્સાહિત કરવા જોઈએ. આ મહાકુંભથી દુનિયામાં તિરંગો ફરકાવવાનો મોકો મળશે. આપણા ખેલાડીઓ દેશનું નામ ચમકાવી રહ્યા છે.
વાઘ દિવસ પર શુભેચ્છાઓ
વડાપ્રધાન મોદીએ કહ્યું કે સોમવારે આજે ટાઈગર ડે મનાવવામાં આવશે. વિશ્વના 70% વાઘ ભારતમાં છે. વાઘ ભારતમાં આપણી સંસ્કૃતિનો એક ભાગ છે. સરકાર વાઘના સંરક્ષણ માટે અભૂતપૂર્વ પ્રયાસો કરી રહી છે.
ખાદી પર ગર્વ છે
તેમણે ભારતમાં ખાદી વિશે જાગૃતિ લાવવા માટે ઘણી વિશેષ વાતો કરી હતી. મોદીએ કહ્યું કે દુનિયા હેન્ડલૂમ તરફ આકર્ષાઈ રહી છે. તમે ખાદી પર ગર્વ રાખો કારણ કે ખાદીનો વ્યવસાય 400% વધ્યો છે. તેમણે કહ્યું કે દેશમાં ખાદીનો બિઝનેસ વધીને 1.5 લાખ કરોડ રૂપિયા થઈ ગયો છે. સરકારી પ્રયાસો પર પ્રકાશ ફેંકતા તેમણે કહ્યું કે એઆઈ દ્વારા ખાદીનો પ્રચાર કરવામાં આવી રહ્યો છે. તેમણે દેશવાસીઓને સ્વતંત્રતા દિવસના અવસર પર ખાદીનું કાપડ ખરીદવાની પણ અપીલ કરી હતી.