વડાપ્રધાને કોંગ્રેસ પર શું મૂક્યો આરોપ ? વાંચો
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે મહારાષ્ટ્રના ડિંડોરી ખાતે સભા સંબોધી હતી અને કોંગ્રેસ પર એવો ગંભીર આરોપ મૂક્યો હતો કે આ લોકો ધર્મના આધારે બજેટ બનાવવા માંગતા હતા પણ અમે તેનો વિરોધ કર્યો હતો. કોંગ્રેસની નીતિ જ વિભાજનની રહી છે.
એમણે કહ્યું કે કોંગ્રેસ ધર્મ આધારિત બજેટનું પાપ કરવા માંગતી હતી પણ અમે તેને અટકાવ્યા હતા. કોંગ્રેસ હિન્દુ બજેટ અને મુસ્લિમ બજેટ બનાવવા માંગતી હતી અને એમ કરીને દેશને બે ભાગમાં વહેંચી દેવાની તેની ચાલ હતી જે નિષ્ફળ બનાવાઇ હતી.
મોદીએ કહ્યું કે કોંગ્રેસના નેતાઓ મારા પર હિન્દુ મુસ્લિમ કરવાનો આરોપ મૂકે છે પણ વાસ્તવમાં કોંગ્રેસ જ આ ધંધો વર્ષોથી કરી રહી છે. અનામત અંગે ઓન કોંગ્રેસનું વલણ એવું જ રહ્યું છે. કોંગ્રેસ પોતાની વોટ બેંકને જ બધુ આપી દેવા માંગતી હતી.
કર્ણાટકમાં કોંગ્રેસે રાતોરાત મુસ્લિમોને ઓબીસી બનાવી દીધા હતા અને અનામત આપી દીધી હતી. આ લોકોને સત્તા મળે તો આવું જ કરવાના છે. કોંગ્રેસને એક પણ બેઠક મળવી જોઈએ નહીં. અમે સમાજના દરેક વર્ગને બધી જ યોજનાઓના લાભ આપ્યા છે અને કોઈનો ધર્મ પૂછ્યો નથી.
