આતંકી હુમલા બાદ ભારતની તૈયારી અંગે ન્યુયોર્ક ટાઇમ્સે શું આપ્યો અહેવાલ ? જુઓ
પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા પછી, ઇસ્લામાબાદથી દિલ્હી અને અમેરિકાથી રશિયા સુધી ફક્ત એક જ પ્રશ્નની ચર્ચા છે. તે એ છે કે, ભારત હવે પાકિસ્તાન પર કેવી રીતે હુમલો કરશે? અમેરિકન અખબાર ન્યૂ યોર્ક ટાઇમ્સે સંરક્ષણ નિષ્ણાતોને ટાંકીને આ અંગે એક વિગતવાર અહેવાલ તૈયાર કર્યો છે.એવો ઉલ્લેખ કરાયો છે કે ભારત યુધ્ધને બદલે આતંકીઓના ઠેકાણા નષ્ટ કરશે અને સર્જીકલ સ્ટ્રાઈક કરશે. આર્થિક રીતે પાકને નબળું પાડશે.
આ અહેવાલમાં બંને પાસે રહેલા શસ્ત્રોની તુલના કરવામાં આવી છે અને જણાવવામાં આવ્યું છે કે હવે ભારતનું આગળનું પગલું શું હશે? 22 એપ્રિલે, પાકિસ્તાન સમર્થિત આતંકવાદી સંગઠને જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં 26 લોકોની ગોળી મારીને હત્યા કરી દીધી હતી. આ ઘટના પછી પાકિસ્તાન બેકફૂટ પર છે.
ન્યૂ યોર્ક ટાઈમ્સના અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે ભારત પાકિસ્તાન સાથે યુદ્ધ લડવાને બદલે આતંકવાદીઓને ખતમ કરવાનો પ્રયાસ કરી રહ્યું છે. ભારતીય સેના 2016 અને 2019 ની જેમ જ પાકિસ્તાનમાં આતંકવાદી ઠેકાણાઓ પર સર્જિકલ સ્ટ્રાઈક કરી શકે છે.
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ભારત પહેલા પાકિસ્તાનને આર્થિક રીતે નબળું પાડવામાં વ્યસ્ત છે, જેથી પાકિસ્તાન આગામી દિવસોમાં યુદ્ધ લડવાનું વિચારે પણ નહીં.
અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે ભારતીય સેના તેની કાર્યવાહી ફક્ત પીઓકે સુધી મર્યાદિત રાખવા માંગે છે, જેથી આતંકવાદ સામે કાર્યવાહી કરી શકાય અને યુદ્ધની કોઈ જરૂર ન રહે.