આરોગ્ય યોજના અંગે સરકારે શું આદેશ આપ્યો ? કેન્દ્રીય કર્મીઓ માટે કેમ મહત્વની છે ?
કેન્દ્ર સરકારના કર્મીઓ માટે બુધવારે મહત્વના સમાચાર બહાર આવ્યા હતા. કેન્દ્ર સરકારે સરકારી આરોગ્ય યોજના સાથે આયુષ્યમાન ભારત આરોગ્ય ખાતાને જોડવા પર હાલ તુરત રોક લગાવતો આદેશ બહાર પાડ્યો હતો તેમ સરકારી સૂત્રોએ જણાવ્યું હતું. બુધવારે આ આદેશ આપવામાં આવ્યો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે આરોગ્ય મંત્રાલય દ્વારા આ બંનેને જોડવા માટેની સમય સીમા 30 જૂન 2024 રાખી હતી. જો કે હવે કેન્દ્ર સરકારે તેના પર રોક લગાવી દીધી છે. વાસ્તવમાં આ પ્રકારના લીંકીંગને લઈને અનેક સવાલો ઊભા કરાયા હતા અને અસંતોષ દેખાયો હતો.
આરોગ્ય મંત્રાલય દ્વારા એવી ચોખવટ કરાઇ હતી કે આ બંને યોજનાઓને જોડવા પાછળ સરકારની કોઈ મેલી મુરાદ નથી. આ બારામાં અનેક અફવાઓ ફેલાવાઈ હતી અને કર્મીઓને નુકસાન થશે તેવો ખોટો ભય ફેલાવાયો હતો પણ એવું કઈ છે જ નહીં અને સરકારનો આવો કોઈ નકારાત્મક ઇરાદો છે જ નહીં.
આ લિન્ક કરવાથી સરકારી આરોગ્ય યોજનાના લાભાર્થીઓને એમના મોબાઈલ ફોન પર બધી આરોગ્યલક્ષી માહિતી મળવાની હતી અને એમને વહીવટી કાર્યમાં સરળતા રહેવાની હતી. જો કે હાલ તરત આ લીંકીંગની કાર્યવાહી થશે નહીં અને સરકારના આદેશનું પાલન કરાશે.
આ બારામાં સરકારી કર્મીઓને ડરાવવા અને એમનામાં શંકાઓ પેદા કરવાનો પ્રયાસ થયો હતો અને આવા ખોટ અહેવાલો અપાયા હતા. સરકારે તેની ગંભીર નોંધ લઈને આ લીંકીંગની કામગીરી પર અત્યારે રોક લગાવી દીધી છે.