બિહારમાં ગુજરાતની જેમ શું માંગ્યું પૂર્વ મુખ્યમંત્રીએ
- જિતનરામે કોની ટીકા કરી ?
- ક્યારથી છે દારૂબંધી રાજ્યમાં ?
બિહારના પૂર્વ મુખ્યમંત્રી જિતનરામ માંઝીએ ગુજરાતની જેમ બિહારમાં પણ જાહેરમાં દારૂ પીવાની છૂટ આપવાની માંગણી કરી હતી. એમણે કહ્યું હતું કે ગુજરાતમાં ગિફ્ટ સિટીમાં જેમ દારૂ પીવાની છૂટ યાઓઆઈ છે તેવી જ રીતે બિહારમાં પણ છૂટ મળવી જોઈએ.
મુખ્યમંત્રી નિટીશકુમારને સંબોધીને એમણે કહ્યું હતું કે નિટીશકુમારે ગુજરાત મોડલ બિહારમાં લાગુ કરવો જોઈએ. આમ કરવાથી વેપાર અને વિદેશી મુદ્રામાં વધારો થશે અને અર્થતંત્ર વધુ મજબૂત બનશે. નિટીશની એમણે આલોચના પણ કરી હતી અને કહ્યું હતું કે 2005 થી 2010 સુધી નીતિશે દરેક ઘરમાં દારૂ ઉપલબ્ધ કરાવ્યો હતો અને હવે તેઓ કહે છે કે અમે દારૂ પીવાની વિરુધ્ધમાં છીએ!
અત્રે ઉલ્લેખનીય છે કે 2016 માં બિહાર સરકારે રાજ્યમાં દારૂ વેચવા, ખરીદવા અને પીવા પર તેમજ ઉત્પાદન કરવા પર પ્રતિબંધ મૂકી દીધો હતો. નિયમ તોડવા પર સખત સજા અને દંડની પણ જોગવાઈ કરવામાં આવી હતી.