ખેડૂતોએ શું ધમકી આપી ? જુઓ
- કેવી રીતે દબાણ કરશે ?
પંજાબમાં કિસાન નેતાઓએ દીલ્હી કૂચની તૈયારી કરી છે અને પોતાની માંગણી માટે હવે એમણે લડત ઉગ્ર બનાવવાનો નિર્ણય લીધો હતો અને 16 મી ફેબ્રુઆરીએ સંયુક્ત કિસાન મોરચાએ ભારત બંધનું એલાન કર્યું હતું. કેન્દ્ર સરકાર પર દબાણ વધારવા માટે ખેડૂત સંગઠનોએ સાથે મળીને આ નિર્ણય કર્યો હોવાનું બહાર આવ્યું હતું.
કિસાન મોરચાના આયોજન મુજબ તેઓ 13 મી તારીખે દીલ્હી કૂચ માટે રવાના થઈ જશે. ટ્રેક્ટર,રાશન ટેન્ટ સહિતનો સમાન લઈને રવાના થવાનો નિર્ણય લેવાયો હતો. આ દરમિયાન કેન્દ્ર સરકાર અને ખેડૂત સંગઠન વચ્ચે 12 મી આજે વાતચીત થઈ શકે છે.
કેન્દ્રીય મંત્રીઓ પિયુષ ગોયલ અને અર્જુન મુંડા ખેડુ નેતાઓ સાથે વાત કરશે તેમ જાહેર થયું હતું. નિત્યનદ રાય પણ બેઠકમાં હાજર રહેશે. ગત 8 મી તારીખે સરકાર સાથે ખેડૂત નેતાઓની બેઠક થઈ હતી અને બીજી વાર મળવાની વાત થઈ હતી. પંજાબ સરકારે ખેડૂતોની માંગોને લઈને એક રિપોર્ટ પણ કેન્દ્રને મોકલી હતી.
પંજાબના મુખ્યમંત્રીએ મીડિયાને એમ કહ્યું હતું કે કેન્દ્ર સરકારના મંત્રીઓએ પહેલી બેઠકમાં માંગ સ્વીકારી નહતી. 13 મીએ ખેડૂતો આંદોલન ઉગ્ર બનાવી શકે છે. હવે માંગણી સંતોષવા સરકારને દબાણ કરવા માટે 16 મીએ ભારત બંધનું એલાન આપવામાં આવ્યું હતું.