ચુંટણી પંચે શું આદેશ કર્યો ? જુઓ
કોની બદલીનો હુકમ કર્યો ?
લોકસભાની ચુંટણી જાહેર કર્યા બાદ ચુંટણી પંચે કડક વલણ અખત્યાર કર્યું છે અને એક પછી એક સખત આદેશો બહાર પડી રહ્યા છે. પંચે ફરી એકવાર નોન કેડર ઓફિસર્સની બદલીનો આદેશ જાહેર કર્યો હતો. આ વખતે ગુજરાત, પંજાબ, ઓડિશા અને પશ્ચિમ બંગાળમાં જિલ્લા મેજિસ્ટ્રેટ ડીંએમ અને સુપરિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ એસપી તરીકે તહેનાત અધિકારીઓની બદલીનો આદેશ જાહેર કરાયો હતો. જિલ્લામાં ડીએમ અને એસપીના પદ ક્રમશઃ ભારતીય વહીવટી અને ભારતી પોલીસ સેવાના અધિકારીઓ માટે હોય છે. રાજ નેતાઓ સાથેની નિકટતા હોય તેવા લોકોને બદલવામાં આવ્યા હતા.
ગુજરાતમાં છોટા ઉદેપુર તથા અમદાવાદના રુરલ ડિસ્ટ્રિક્ટના સુપરિન્ટેડન્ટન્ટ ઓફ પોલીસની બદલી કરવામાં આવી હતી. જ્યારે પંજાબમાં પઠાણકોટ, ફાઝીલકા, જલંધર ગ્રામીણ તથા માલેરકોટલા જિલ્લાના એસએસપીની બદલી કરવામાં આવી હતી.
ઓડિશામાં ધેકાનેલના ડીએમ અને દેવગઢ તથા કટર ગ્રામીણના એસપીની બદલી કરવામાં આવી હતી. આ સાથે પ.બંગાળના પૂર્વ મેદિનીપુર, ઝારગ્રામ, પૂર્વ બર્ધમાન અને બિરભૂમ જિલ્લાના ડીએમની બદલીના આદેશ બહાર પડાયા છે. ઉપરાંત ચૂંટણી પંચે પંજાબમાં ભઠિંડાના એસએસપી, આસામના સોનિતપુરના એસએસપીને પણ બદલી નાખવામાં આવ્યા છે કેમ કે રાજનેતાઓ સાથે તેમના પારિવારિક સંબંધો સાબિત થયા છે. થોડા દિવસો પહેલા ચુંટણી પંચે ગુજરાત સહિત 6 રાજ્યના ગૃહ સચિવોને હટાવી દીધા હતા.