મહાકુંભમાં આવેલા ચર્ચાસ્પદ બાબાએ મહાત્મા ગાંધી વિષે શું કહ્યું ? જુઓ
ગાંધીજીને મહાત્મા કહી શકાય જ નહીં : આઇઆઇટીયન બાબા
ઇસ્લામ પણ નફરત ફેલાવતો ધર્મ હોવાનું નિવેદન કર્યું; નવી ચર્ચા
પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંભની વચ્ચે અભય સિંહ ઉર્ફે આઈઆઈટીયન બાબા સોશિયલ મીડિયા પર છવાયેલા છે. તે સતત મીડિયા સાથે વાત કરી રહ્યા છે અને દરેક મુદ્દા પર ખુલીને પોતાના મંતવ્યો વ્યક્ત કરી રહ્યા છે. તેમણે સનાતન અને ઇસ્લામ બંનેની ચર્ચા કરી છે. તેમજ તેમણે રાષ્ટ્રપિતા ગાંધીને આપવામાં આવેલીમહાત્માની પદવી પર સવાલ ઉઠાવ્યા છે. જ્યારે તેમને ઈસ્લામ વિશે પૂછવામાં આવ્યું તો તેણે તેને નફરત શીખવતો ધર્મ ગણાવ્યો. તેમણે એમ પણ કહ્યું કે આવનારા સમયમાં માત્ર સનાતનનો જ વિજય થશે અને ઈસ્લામ અદૃશ્ય થઈ જશે. બાબાઓ વારંવાર આવા
આઈઆઈટી બાબા અભય સિંહે એક ટીવી ઈન્ટરવ્યૂ દરમિયાન ઈસ્લામ વિશે વાત કરતા કહ્યું, ‘મને મુસ્લિમો સાથે કોઈ વાંધો નથી પરંતુ ઈસ્લામ એક ખરાબ ધર્મ છે. ઈસ્લામ એક ખોટી વિચારધારા છે. તે નફરત શીખવે છે. તે શાંતિથી જીવવાનું કહે છે પણ તમે પણ શાંતિથી રહો. જ્યારે તેમને સનાતન ધર્મ વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું કે આવનારા સમયમાં માત્ર સનાતન જ રહેશે. હર હર મહાદેવ.’
બાબા અભય સિંહે ગાંધીજીને આપવામાં આવેલ મહાત્માની ઉપાધી પર પણ પ્રશ્ન ઉઠાવ્યો હતો. એમણે કહ્યું, ‘લોકો આધ્યાત્મિકતાને સમજી શક્યા નથી, તેથી જ તેમણે ગાંધીને મહાત્માનું બિરુદ આપ્યું હતું. તે કેવી રીતે મહાન આત્મા બની ગયા? તેમણે એવું શું કર્યું છે? તેણે શું તપ કર્યું? તેની પાસે કઈ સિદ્ધિ હતી?’ આ નિવેદન અંગે પણ ભારે ચર્ચા જાગી છે.