શું કહ્યું રાહુલ વિષે કોંગી નેતાએ ? વાંચો
- ક્યારથી મુલાકાત નથી આપી ?
કોંગ્રેસ નેતા આચાર્ય પ્રમોદ કૃષ્ણમ થોડા દિવસો પહેલા શ્રી કલ્કિ ધામના શિલાન્યાલ સમારોહનું આમંત્રણ આપવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી, ત્યારથી જ તેઓ ખૂબ ચર્ચામાં છે. આચાર્ય પ્રમોદ કૃષ્ણમે આ મુલાકાતને રાજકીય દૃષ્ટિકોણથી ન જોવાની અપીલ કરી હતી. હવે કોંગ્રેસના નેતાએ કહ્યું છે કે, છેલ્લા એક વર્ષથી રાહુલ ગાંધીને મળવા માટે એપોઈન્ટમેન્ટ માગી રહ્યા છે પરંતુ મળી નથી, જ્યારે પીએમઓને ફોન કર્યાના માત્ર ચાર દિવસ બાદ વડાપ્રધાન મોદીએ મને એપોઈન્ટમેન્ટ આપી દીધી હતી.’
આચાર્ય પ્રમોદ કૃષ્ણમે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે પર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું હતું કે, ‘મોટા નેતાએ પોતાની ગરિમા અને ભાષાનું ધ્યાન રાખવું જોઈએ. કાર્યકરોમાંથી પક્ષ રચાય છે. કાર્યકર મહેનતુ અને હિંમતવાન છે. આ કોઈ એક પક્ષનો પ્રશ્ન નથી, તમામ પક્ષો કાર્યકરોના લોહી અને પરસેવાના પાયા પર ઉભા છે. કોંગ્રેસ પણ કાર્યકરોના પાયા પર ઉભી છે. આ અંગે જે પ્રકારની ભાષાનો ઉપયોગ કરવામાં આવ્યો છે તે માત્ર મને જ નહીં પરંતુ તમામ કાર્યકર્તાઓને પણ દુઃખ પહોંચાડ્યું છે. તેમણે માફી માગવી જોઈએ.’