રાહુલ ગાંધીએ માં વિષે શું કહ્યું ? વાંચો
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ સોમવારે રાયબરેલીમાં પ્રચાર કર્યો હતો. જિલ્લાના મહારાજગંજમાં એક જનસભાને સંબોધતા તેમણે કહ્યું કે મારી બે માતા છે. એક સોનિયા ગાંધી અને બીજી ઈન્દિરા ગાંધી જેમણે મારી રક્ષા કરી છે. મને ઘણું શીખવ્યું છે. રાયબરેલી મારી બંને માતાઓની કર્મભૂમિ છે તેથી જ હું અહીંથી ચૂંટણી લડવા આવ્યો છું.
રાહુલે કહ્યું કે રાયબરેલી સાથે અમારા પરિવારનો સંબંધ 100 વર્ષ જૂનો છે. ઈતિહાસમાં આ પહેલી ચૂંટણી છે જેમાં કોંગ્રેસ બંધારણની રક્ષા માટે લડી રહી છે. ભાજપ અને આરએસએસ બંધારણના પુસ્તકને ફાડી નાખશે અને ગરીબો માટેના તમામ રસ્તાઓ બંધ કરી દેવામાં આવશે.
વડાપ્રધાન અને ભાજપ પર પ્રહાર કરતા તેમણે કહ્યું કે તેઓ અદાણી અને અંબાણીની સરકાર બનાવવા જઈ રહ્યા છે. આ બે લોકો માટે જ બંધારણનું અપમાન કરવામાં આવી રહ્યું છે. એમ કહીને રાહુલે બંધારણની કોપી પણ બતાવી હતી.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર નિશાન સાધતા રાહુલ ગાંધીએ કહ્યું કે નરેન્દ્ર મોદીએ દસ વર્ષમાં 22 અબજપતિઓને 16 લાખ કરોડ રૂપિયા આપ્યા. આ પૈસા 70 કરોડ લોકોની આવક બરાબર છે. આ લડાઈ ગરીબોની રક્ષા માટે છે. જો સરકાર બનશે તો અમે દરેક મહિલાના ખાતામાં દર મહિને 8500 રૂપિયા મોકલીશું. દર મહિનાના પહેલા દિવસે તમારા ખાતામાં પૈસા જમા કરવામાં આવશે.