પ્રિયંકા ગાંધીએ ભારતીય ક્રિકેટ ટીમ માટે શું કહ્યું ? વાંચો
કોંગ્રેસના નેતા પ્રિયંકા ગાંધી તેલંગણાના ચુંટણી પ્રવાસે છે અને એમણે એક રેલીને સંબોધન કરતી વખતે વર્લ્ડકપના ફાઇનલમાં ભારતની જીત માટે શુભકામના પાઠવી હતી અને એમણે રોહિત સેનાની જીત માટે લોકો પાસે સૂત્રોચ્ચાર કરાવ્યો હતો.
પ્રિયંકાએ કહ્યું કે ફાઇનલ રમાઈ રહ્યો છે છતાં તમે મારી વાત સાંભળવા અહીં આવ્યા છો ત્યારે આપણે બધાએ ભારતની જીત માટે નારા લગાવવા જોઈએ. એમણે કહ્યું કે આપની ટીમ મોટા મોટા રેકોર્ડ હાંસલ કરી રહી છે અને વર્લ્ડકપમાં તેની જીત થશે તેવો વિશ્વાસ છે.
ક્રિકેટ આપણી એકતાનું પ્રતિક છે, ટીમમાં અલગ અલગ પ્રદેશ અને ભાષાના ખેલાડીઓ દેશ માટે રમે છે. બધા એવી જ પ્રાર્થના કરી રહ્યા છે કે ભારત જીતે અને શાન સાથે ફરી વિશ્વવિજેતા બને.
