વડાપ્રધાન મોદીએ પાકિસ્તાન વિષે શું કહ્યું ? જુઓ
લોકસભા ચૂંટણી વચ્ચે ફરી એકવાર દેશના સૌથી લોકપ્રિય નેતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઈન્ડિયા ટીવીને ખાસ મુલાકાત આપી હતી અને ભારતની શકતી શું છે અને પડોશીની કેટલી તાકાત છે તે વિષે ગૌરવપૂર્ણ વાતો કરી હતી. ભારતની આજે તાકાત શું છે તે પણ જણાવ્યું હતું.
2015 માં વડાપ્રધાન જ્યારે અફઘાનથી પાછા ફરતી વખતે અચાનક લાહોર ગયા હતા અને ત્યારના વડાપ્રધાન નવાઝ શરીફને મળ્યા હતા. નવાઝના માતાને મોદીએ કેટલીક ગિફ્ટ પણ આપી હતી અને તે ઘટનાનું વર્ણન કરીને એમણે જવાબો આપ્યા હતા. 2015 માં 25 ડિસેમ્બરે મોદી લાહોર ગયા હતા.
વડાપ્રધાને કોંગ્રેસના નેતાઓના પાકિસ્તાનના એટમ બોમ્બ અંગેના નિવેદનોનો જડબાતોડ આપ્યો હતો અને કહ્યું હતું કે હું પોતે લાહોર જઈને જોઈને આવ્યો છું કે પાકિસ્તાનની તાકાત કેટલી છે. એક રિપોર્ટર કહેતો હતો કે યા અલ્લાહ તમે વિઝા વિના કેવી રીતે અહીં આવ્યા ? ત્યારે મે કહ્યું હતું કે આ પહેલા મારો જ દેશ હતો.
આ સૌથી મોટા શોમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સવાલોના દિલ ખોલીને જવાબ આપ્યા હતા. આ ઈન્ટરવ્યુ દિલ્હીના ભારત મંડપમ ખાતે હજારો લોકોની હાજરીમાં લેવામાં આવ્યો હતો. દરેક સવાલ અને દરેક જવાબ પર તાળીઓનો ગડગડાટ એવો હતો કે જ્યારે વડાપ્રધાન મોદીએ તેને અટકાવ્યો ત્યારે પણ તે બંધ થયો નહતો.
મોદીએ પાકિસ્તાન સાથે જોડાયેલા સવાલો પર પણ ખુલીને વાત કરી હતી. , પાકિસ્તાનને લગતો પ્રશ્ન હતો કે ‘પાકિસ્તાનથી થોડુ ડરો કારણ કે તેની પાસે પરમાણુ બોમ્બ છે’. ત્યારે વડાપ્રધાને કહ્યું હતું કે ‘એવું છે કે મેં પોતે લાહોર જઈને એમની શક્તિ તપાસી છે. ત્યાં એક રિપોર્ટર રિપોર્ટિંગ કરી રહ્યો હતો.. ઓહ અલ્લાહ… ઓહ અલ્લાહ… તમે વિઝા વિના કેવી રીતે આવ્યા … મેં કહ્યું, એક સમયે આ મારો દેશ હતો…’