પાકના સંરક્ષણ મંત્રી ખ્વાજા આસિફે હવે શું કહ્યું ? વાંચો
પાકિસ્તાનના સંરક્ષણ પ્રધાન ખ્વાજા આસિફે પહેલા મોટો મોટી વાતો કરી અને યુધ્ધ કરવાની વાત કરીને અક્કલ ઠેકાણે આવી હોય તેમ હવે કહ્યું, છે કે “અમે ભારત સાથે યુદ્ધ શરૂ કરવા માંગતા નથી, પરંતુ જો યુદ્ધની સ્થિતિ ઊભી થશે તો પાકિસ્તાન પણ તેનો જવાબ આપશે. ભારત પાણીનો ઉપયોગ હથિયાર તરીકે કરી રહ્યું છે.” આમ પાકના નેતાઓ ડરી ગયા
તેમણે એમ પણ કહ્યું કે પાકિસ્તાન સિંધુ જળ સંધિ અંગે વિશ્વ બેંકનો સંપર્ક કરશે. પહેલગામ આતંકવાદી હુમલા પછી, પાકિસ્તાનને ડર છે કે ભારત તેના પર હુમલો કરી શકે છે. પાકિસ્તાન સતત ભારતને ચેતવણી આપી રહ્યું છે.
પાકિસ્તાન પહેલગામ આતંકવાદી હુમલાની તપાસમાં રશિયા અને ચીનને સામેલ કરવા માંગે છે. રશિયન સરકાર દ્વારા સંચાલિત આરઆઈએ નોવોસ્ટી સમાચાર એજન્સીને આપેલા તાજેતરના ઇન્ટરવ્યુમાં, પાકિસ્તાની સંરક્ષણ પ્રધાન ખ્વાજા આસિફે કહ્યું, “મને લાગે છે કે રશિયા, ચીન અથવા તો પશ્ચિમી દેશો પણ આ કટોકટીમાં ખૂબ જ સકારાત્મક ભૂમિકા ભજવી શકે છે અને તેઓ એક તપાસ ટીમ પણ બનાવી શકે છે, જેને ભારત કે મોદી જૂઠું બોલી રહ્યા છે કે તેઓ સત્ય બોલી રહ્યા છે તેની તપાસ કરવાનું કામ સોંપવું જોઈએ. એક આંતરરાષ્ટ્રીય ટીમને શોધવા દો.”