મહાઠગ સુકેશુએ શું કહ્યું કેજરીવાલ વિષે ? વાંચો
ક્યારે કરશે ધડાકો ?
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ દારૂનીતિ કાંડમાં અત્યારે જેલમાં છે ત્યારે એક નવી વાત સામે આવી છે. જેલવાસ ભોગવી રહેલા મહાઠગ સુકેશુએ જેલથી એક પત્ર મોકલીને એમ કહ્યું છે કે ટૂક સમયમાં જ પોતે કેજરીવાલ વિષે મોટો ધડાકો કરશે અને સરકારી સાક્ષી બનવાની પણ તેણે તૈયારી દર્શાવી છે.
સુકેશે લેટરમાં એમ કહ્યું છે કે ટૂક સમયમાં જ કેટલીક વધુ ચેટસ સામે લાવીશ. તેણે એવો આરોપ પણ મૂક્યો છે કે જેલના વડા ધનંજય રાવત સતત મારા પર દબાણ કરી રહ્યા છે કે આમ આદમી વિષે હું કોઈ પણ પૂરાવા ન આપું. રાવત આપના નેતા જૈન અને ગેહલોતના નિકટના સહયોગી રહ્યા છે.
રાવત વાસ્તવમાં આપના સિન્ડીકેટ સભ્ય છે જેમણે સત્યેન્દ્ર ર જૈન તથા પૂર્વ ડીજીપી સંદીપ ગોયલ તરફથી મારી પાસેથી રૂપિયા 1.5 કરોડની પ્રોટેક્શન મની વસૂલ કરી હતી. કેજરીવાલને સંબોધીને તેણે લખ્યું છે કે તમારા સિન્ડિકેટના સભ્યો દ્વારા મારા પર દબાણ કરાઇ રહ્યું છે.
સુકેશુએ કેજરીવાલને સંબોધીને કહ્યું છે કે હું દરેક વાત ઉજાગર કરીને જ રહીશ. જ્યારે સીબીઆઇ અદાલત શરૂ થશે કે તરત જ હું સરકારી સાક્ષી બની જઈશ. આમ સુકેશુ હવે મોટા ધડાકા કરશે તેમ માનવામાં આવે છે.
