કેરળના ભાજપના પ્રથમ સાંસદે શું ધડાકો કર્યો ? જુઓ
કેરળમાંથી પહેલીવાર ભાજપ વતી જીતીને સંસદમાં પહોંચેલા સુરેશ ગોપીએ રવિવારે મંત્રી પદના શપથ લીધા હતા. જો કે સોમવારે તેમણે મંત્રી પદ છોડવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. શપથ ગ્રહણ સમારોહ પછી દિલ્હીમાં એક પ્રાદેશિક ચેનલ સાથે વાત કરતા, સુરેશ ગોપીએ કહ્યું કે તેમણે મંત્રી પદની માંગ કરી નથી આથી આશા છે કે ટૂંક સમયમાં જ તેમને પદ પરથી મુક્ત કરવામાં આવશે.
વી એસ સુનીલકુમારને 74686 મતોથી હરાવ્યા
એક્ટરે પોતાનું મંત્રી પદ છોડવાનું કારણ જણાવતા કહ્યું કે, ‘મેં ફિલ્મો સાઈન કરી છે અને મારે તે કરવી છે. હું થ્રિસુર સાંસદ તરીકે સેવા આપીશ.’ એ જ રીતેકેટલીક ફિલ્મો સાઇન કરી છે તે પૂરી કરવી છે. સુરેશ ગોપી થ્રિસુર સંસદીય મતવિસ્તારમાંથી જીત્યા અને કેરળના પ્રથમ બીજેપી સાંસદ તરીકે ઇતિહાસમાં પોતાનું નામ નોંધાવ્યું છે. સુરેશે ભારતીય કોમ્યુનિસ્ટ પાર્ટીના ઉમેદવાર વી એસ સુનીલકુમારને 74686 મતોથી હરાવ્યા હતા.
ગત ચૂંટણીમાં ત્રિશૂર બેઠક કોંગ્રેસ પાસે ગઈ હતી, પરંતુ આ ચૂંટણીમાં આ બેઠક સુરેશ ગોપી જીત્યા છે. સુરેશ ગોપી લોકસભા સાંસદ તરીકે ચૂંટાયા પહેલા રાજ્યસભાના સાંસદ પણ હતા. તેઓ 2016માં રાજ્યસભા માટે નોમિનેટ થયા હતા. રાજ્યસભામાં તેમનો કાર્યકાળ 2022 સુધીનો હતો.