કેજરીવાલે ધારાસભ્યોને શું કહ્યું ? જુઓ
મારે પાછું જેલમાં જવાનું છે, પાર્ટી સંભાળજો :કેજરીવાલ
આમ આદમી પાર્ટીના સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે રવિવારે પાર્ટીના તમામ વરિષ્ઠ નેતાઓ અને ધારાસભ્યો સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન કેજરીવાલે ધારાસભ્યોને સંબોધિત કરતા કહ્યું કે દેશની કમાન ફક્ત આમ આદમી પાર્ટી સંભાળશે અને માત્ર આમ આદમી પાર્ટી જ દેશને ભવિષ્ય આપશે. આ સાથે, મારે બીજી તારીખે (તિહાર જેલમાં) પાછા જવું પડશે, ત્યાર પછી તમે લોકોએ પાર્ટીનું સંચાલન કરવું પડશે.
આપ ધારાસભ્યોને સંબોધતા અરવિંદ કેજરીવાલે કહ્યું, ‘સુપ્રીમ કોર્ટનો આદેશ કોઈ ચમત્કારથી ઓછો નહોતો. છેલ્લા કેટલાય મહિનાઓથી ચાલી રહેલી ઘટનાઓ જોઈને એવું લાગે છે કે જાણે ભગવાન આપણને કંઈક કરાવવાની કોશિશ કરી રહ્યા છે. મને ચિંતા હતી કે દિલ્હીના લોકોનું કામ થઈ રહ્યું છે કે નહીં… મને લાગ્યું કે જો આપણે આમાં પાછળ રહીશું તો આપણે નેતૃત્વમાં પાછળ રહી જઈશું, પરંતુ તમે લોકોએ સારું કામ કર્યું છે.
અરવિંદ કેજરીવાલે આપ ધારાસભ્યોને કહ્યું કે, ભાજપ આમ આદમી પાર્ટીને તોડવા માંગે છે. તેઓ પંજાબ અને દિલ્હીમાં અમારી સરકારોને તોડી પાડવા માંગે છે. ધરપકડ કરીને સરકારને તોડી પાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
પંજાબના ધારાસભ્યો તોડીને ભગવંત માનને પોતાની સાથે લઈ જશે. પરંતુ ધરપકડ બાદ અમારો પક્ષ મજબૂત બન્યો. આ માટે તમે લોકો સૌથી વધુ અભિનંદનના હકદાર છો, પાર્ટીના ધારાસભ્યોના વખાણ કરતા એમણે કહ્યું, ‘તેઓએ તમને લાલચ આપીને તોડવાનો પ્રયાસ કર્યો, પરંતુ કોઈ તૂટયા નહીં. ઈન્દોર અને સુરતના ઉમેદવારો તો નીકળી ગયા હતા, પણ અમારા લોકો ટકી રહ્યા છે.
