કેજરીવાલે લખનૌમાં શું કહ્યું ? જુઓ
દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ અંગે ફરીવાર મોટો દાવો કર્યો હતો. કેજરીવાલે કહ્યું કે ભાજપ જો ચૂંટણી જીતશે તો અમિત શાહને વડાપ્રધાન બનાવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમિત શાહ માટે વોટ માગી રહ્યા છે. ભાજપ બે મહિનાની અંદર યુપીના સીએમ યોગી આદિત્યનાથને તેમના પદ પરથી હટાવી દેશે.
યુપીની રાજધાની લખનૌમાં સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવની સાથે સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ કરીને અરવિંદ કેજરીવાલે ભાજપ પર નિશાન સાધ્યું. તેમણે કહ્યું કે ભાજપનો ઈરાદો બંધારણને બદલવાનો છે, ત્યારે 400 બેઠકોનો નારો આપવામાં આવી રહ્યો છે. જોકે, ભાજપ પહેલા જ સ્પષ્ટ કરી ચૂક્યો છે કે તે બંધારણની રક્ષા કરનારી પાર્ટી છે. તેણે એ પણ કહી દીધુ છે કે ચૂંટણી જીત્યા બાદ પીએમ મોદી જ પાંચ વર્ષ સુધી વડાપ્રધાન રહેવાના છે.
જરીવાલે કહ્યું, ‘આજે હુ લખનૌમાં યુપીના વોટર્સથી વિનંતી કરવા આવ્યો છુ કે તેઓ ઈન્ડિયા ગઠબંધનને વોટ કરે. હુ અહીં ચાર મુદ્દા પર વાત કરવા માગુ છુ. પહેલી એ કે આ ચૂંટણીમાં મોદી અમિત શાહને પીએમ બનાવવા માટે વોટ માગી રહ્યા છે. બીજી એ કે જો ભાજપ સત્તામાં આવી તો સીએમ યોગી આદિત્યનાથને 2-3 મહિનાની અંદર તેમના પદ પરથી હટાવી દેવામાં આવશે. ત્રીજી એ કે તેઓ બંધારણ બદલવા જઈ રહ્યા છે એસસી, એસટીની અનામત હટાવવાના છે. ચોથી એ કે 4 જૂને ઈન્ડિયા ગઠબંધન સત્તામાં આવી રહ્યુ છે.’