કેજરીવાલે ફરી ભાજપ સામે શું આક્ષેપ કર્યો ? વાંચો
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટના સમન્સની સતત ચોથી વખત અવગણના કરી ઈડી અને ભાજપ પર ગંભીર આક્ષેપ કર્યો હતા. તેઓ ગુરુવારે પણ ઇડી સમક્ષ હાજર થયા નહતા. એમણે કહ્યું હતું કે ‘હું લોકસભા ચૂંટણીમાં પ્રચાર ન કરી શકું, તેથી તેમનો હેતુ મારી ધરપકડ કરવાનો જ છે. આવું રાજકીય કાવતરા હેઠળ કરવામાં આવી રહ્યું છે.
’ કેજરીવાલે એવો પણ આરોપ લગાવ્યો હતો કે, એજન્સી આરોપીઓ સાથે મારપીટ કરી ખોટા નિવેદનો કરાવી રહી છે. ઉપરાંત તેમણે એવું પણ કહ્યું કે, ભાજપ ઈડીને ચલાવી રહ્યો છે.
કેન્દ્રીય એજન્સી ઈડીએ કેજરીવાલને ચોથું સમન્સ પાઠવી 18 અથવા 19 જાન્યુઆરીએ બોલાવ્યા હતા, જે અંગે કેજરીવાલે કહ્યું કે, ‘મને જે 4 નોટિસ મોકલાઈ હતી, તે કાયદાની દ્રષ્ટિએ ગેરકાયદેસર છે. ઈડીએ જ્યારે પણ આવી જનરલ નોટિસો મોકલી, તેને કોર્ટે રદ કરી છે. આ નોટિસ ગેરકાયદે કેમ છે, તે અંગે મેં ઈડીને લખીને મોકલ્યું છે, પરંતુ તેનો જવાબ અપાયો નથી.’