રિઝર્વ બેન્કના સભ્ય ગોયલે શું કરી કબૂલાત ? વાંચો
બેરોજગારી અંગે શું કહ્યું ?
દેશમાં બેરોજગારી ચિંતાનો વિષય છે. સરકાર આ દિશામાં તમામ જરૂરી પગલાં લેવાનો દાવો કરે છે. જો કે, હાલમાં સ્થિતિમાં બહુ સુધારો નથી. ઈન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઈઝેશન (આઈએલઓ)ના રિપોર્ટ અનુસાર, વર્ષ 2022માં ભારતની કુલ બેરોજગાર વસ્તીમાં યુવાનોનો હિસ્સો લગભગ 83 ટકા હતો. રિઝર્વ બેન્કના સભ્ય અશિમા ગોયલે પણ સ્વીકાર્યું છે કે યુવા વય જૂથમાં હાલમાં બેરોજગારી સૌથી વધુ છે. જોકે, તેમણે આશા વ્યક્ત કરી હતી કે આ સ્થિતિમાં જલ્દીથી સુધારો થશે. યુવાનો કૌશલ્ય પ્રાપ્ત કરવામાં અને નોકરીની શોધમાં ઘણો સમય વિતાવી રહ્યા છે.
યુવાનોમાં આ બેરોજગારી કામચલાઉ છે
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાની મોનેટરી પોલિસી કમિટીના સભ્ય અશિમા ગોયલે કહ્યું કે યુવાનોમાં આ બેરોજગારી અસ્થાયી છે. દેશની અર્થવ્યવસ્થા મજબૂત બની રહી છે. આ કારણે દેશમાં રોજગારની સ્થિતિમાં સુધારો થઈ રહ્યો છે. તેમણે કહ્યું કે વધુ લાયકાત ધરાવતા લોકોમાં યુવા બેરોજગારી વધારે છે. જો કે, તેઓ ઉચ્ચ પગાર પણ મેળવે છે. આ કારણે યુવાનો કૌશલ્ય પ્રાપ્ત કરવામાં અને નોકરી શોધવામાં વધુ સમય વિતાવે છે.
સ્ટાર્ટઅપ કલ્ચરનો ઝડપથી વિકાસ થયો
આશિમા ગોયલ ILOના રિપોર્ટ પર એક સવાલનો જવાબ આપી રહી હતી. તેમણે કહ્યું કે યુવા વય જૂથ માટે બેરોજગારી સૌથી વધુ છે. પરંતુ, ચિંતા કરવાની કંઈ નથી કારણ કે તે કામચલાઉ છે. ભારતીય યુવાનો પણ પોતાનો વ્યવસાય વિકસાવવામાં વ્યસ્ત છે. આ જ કારણ છે કે ભારતમાં સ્ટાર્ટઅપ કલ્ચર પણ ઝડપથી વિકસ્યું છે.
માત્ર સરકારી નોકરીઓથી બેરોજગારી ઘટાડી શકાતી નથી.
ગોયલે કહ્યું કે ILO રિપોર્ટ પણ દર્શાવે છે કે યુવા બેરોજગારી તાજેતરના ભૂતકાળમાં ઘટી છે. બહેતર સ્વાસ્થ્ય, ઈન્ફ્રાસ્ટ્રક્ચર, વીમા, શિક્ષણ અને કૌશલ્ય પ્રશિક્ષણ સુવિધાઓ દ્વારા યુવાનો માટે તકો વધારી શકાય છે. માત્ર સરકારી નોકરીઓ આપીને દેશમાં બેરોજગારી ઘટાડી શકાતી નથી.