યુપીમાં ભાજપના નાયબ સીએમ પ્રસાદે શું કર્યું ? કઈ માહિતી માંગી ? જુઓ
યુપીમાં ભાજપની અંદર જે આંતરિક યુધ્ધ શરૂ થયું છે તે આગળ વધી રહ્યું છે અને નાયબ સીએમ કેશવ પ્રસાદ દ્વારા આગને હવા આપવામાં આવી હતી. એમણે સીએમ વિભાગને પત્ર લખીને અનામત અંગેની માહિતી માંગી હતી અને આ મુદ્દા પર જોરદાર ચર્ચા શરૂ થઈ ગઈ હતી. સરકાર અને સંગઠન વચ્ચેની આગ વધુ વકરી રહી છે.
યુપીમાં ભાજપમાં વિખવાદ વધી શકે છે તેવા અણસાર મળી રહ્યા છે. અનામત અંગે કોને કેવી રીતે લાભ આપવામાં આવ્યો છે અને શું નીતિ રહી છે તેના વિષે પ્રસાદ દ્વારા માહિતી માંગવામાં આવી છે. સોશ્યલ મીડિયા પર પણ આ પ્રકારનો પત્ર વાયરલ થયો હતો અને ભાજપમાં ભારે ચર્ચા જાગી પડી હતી.
પત્રમાં એમ લખાયું છે કે મે 2023 માં આ મુદ્દો વિધાન પરિષદમાં ઉઠાવ્યો હતો. અધિકારીઓ પાસેથી જાણકારી માંગવામાં આવી હતી. જો કે મને કોઈ જાણકારી અપાઈ નહતી અને ફરીવાર પત્ર લખવામાં આવ્યો હતો. ત્યારબાદ પણ માહિતી આપવામાં આવી નથી.
યુપીમાં સરકાર અને સંગઠન વચ્ચે જે લડાઈ શરૂ થઈ છે તે હવે આગળ વધી રહી છે અને ભાજપના ટોચના નેતાઓ હવે આ મુદ્દે કેવું વલણ અપનાવે છે તેના તરફ સૌની નજર મંડાઇ છે. અનામતના મુદ્દા પર યોગી સરકારની કામગીરી શું રહી છે તે અંગે માહિતી મેળવીને પ્રસાદ વધુ કેટલીક મુસીબતો ઊભી કરવા માંગે છે તેવું અનુમાન છે.