ભાજપના નેતા સુવેન્દુ અધિકારીએ મમતા બેનર્જીને શું કહ્યું..વાંચો
રાજકારણમાં નિંદાનું સ્થળ તળિયે પહોંચ્યું
પશ્ચિમ બંગાળના સંદેશખલીમાં ટીએફસી ના નેતા શાહજહાં દ્વારા મહિલાઓ ઉપર થયેલા અત્યાચારોનો હવાલો આપી ભાજપના નેતા સુવેંદુ અધિકારીએ મુખ્યમંત્રી મમતા બેનરજીને ‘ આન્ટી ‘ કહ્યા હતા. પશ્ચિમ બંગાળમાં રાજનીતિક હિંસાના વિષય ઉપર જેએનયુમાં ચાલતી ચર્ચામાં તેમણે કહ્યું કે હવે મમતા બેનરજીને દીદી કહેવાનું બંધ કરી દો. તેઓ હવે ‘ આન્ટી ‘ બની ગયા છે. તેમણે ઉમેર્યું કે મેં તેમને નંદીગ્રામમાં વિધાનસભાની ચૂંટણીમાં હરાવ્યા તે પછી મારી સામે 42 ગુના નોંધવામાં આવ્યા છે. મમતા બેનર્જી એક ક્રૂર મહિલા છે.
સંદેશખલીની ઘટના બાદ ભાજપે ટીએમસી સરકાર ઉપર હુમલા તેજ કરી દીધા છે. અધિકારીએ કહ્યું કે ટીએમસી સરકારના રાજમાં પશ્ચિમ બંગાળમાં હિન્દુઓ ખતરામાં છે. ટીએમસી દ્વારા પશ્ચિમ બંગાળમાં બાંગ્લાદેશીઓને વસાવવામાં આવી રહ્યા છે અને રાજ્યમાં મોટે પાયે વસ્તી ફેર થઈ રહ્યો છે. ધીમે ધીમે આ રાજ્ય બાંગ્લાદેશનો હિસ્સો બની જશે તેવી તેમણે ચેતવણી ઉચ્ચારી હતી..
પશ્ચિમ બંગાળમાં સ્થિતિ હતી ગંભીર હોવાનું જણાવી તેમણે ઉમેર્યું કે જેએનયુ આલોચનાત્મક ટીકા નું કેન્દ્ર છે ત્યારે પશ્ચિમ બંગાળમાં હાલ જે કાંઈ બની રહ્યું છે તેની વિરુદ્ધમાં છાત્રોએ અવાજ ઉઠાવો જોઈએ જેથી આ સરકારને ઉખાડીને ફેંકી શકાય.