બાબાસાહેબ આંબેડકરનાં પૌત્ર પ્રકાશ આંબેડકરે વિવાદ અંગે શું કહ્યું ? જુઓ
સંસદમાં અને બહાર આંબેડકરને લઈને ગૃહમંત્રી અમિત શાહના નિવેદન બાદ કોંગ્રેસ અને ભાજપ વચ્ચે જોરદાર લડાઈ શરૂ થઈ છે અને તેની વચ્ચે આંબેડકરના પૌત્ર પ્રકાશ આંબેડકરે પણ પોતાના નિવેદનમાં એમ કહ્યું છે કે આ રીતે અપમાન કરવાની ભાજપની જૂની માનસિકતા છે.
એમણે કહ્યું છે કે ભાજપના અસ્તિત્વમાં આવતા પહેલા પણ જનસંઘ અને આરએસએસ દ્વારા બાબા સાહેબનો વિરોધ કરવામાં આવ્યો હતો. જ્યારે બંધારણ અપનાવવામાં આવી રહ્યું હતું ત્યારે એમનો વિરોધ થયો હતો. જો કે આ લોકો ત્યારે પણ સફળ થયા નહતા અને આજે પણ સફળ થઈ શકશે નહીં.
અપમાન અંગે એમણે વધુમાં કહ્યું હતું કે આ કોઈ નવી વાત નથી. એ લોકો પોતાના જૂના પ્લાન લાગુ કરી શક્યા નથી અને તેનું કારણ કોંગ્રેસ નહીં પણ બાબા સાહેબ આંબેડકર છે. આગળ પણ આ લોકો સફળ થવાના નથી.
પ્રકાશ આંબેડકરે મહારાષ્ટ્રના પરભણી ખાતે થયેલી હિંસાનો ઉલ્લેખ પણ કર્યો છે અને એવી માંગ કરી છે કે પીડિતોને સહાય મળવી જોઈએ. અહીં પણ લોકોને ઘણો અન્યાય થયો છે.