એલએસી અંગે દેશના આર્મી વડા દ્વિવેદીએ શું કહ્યું ? જુઓ
ભારતીય સેનાના પ્રમુખ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ મંગળવારે વાસ્તવિક નિયંત્રણ રેખા પર ભારત-ચીનની સ્થિતિ અંગે મોટું નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું કે, બંને દેશો વચ્ચે સ્થિતિ સ્થિર છે સમાન્ય નથી અને સંવેદનશીલ છે. જ્યાં સુધી સ્થિતિ સંવેદનશીલ છે, ત્યાં સુધી અને કોઈપણ ઓપરેશન માટે અમે સંપૂર્ણ તૈયાર છીએ. ભલે કોઈપણ સ્થિતિ સર્જાય, અમે મુકાબલો કરવામાં સક્ષમ છીએ.
એલએસી પરની સ્થિતિ અંગે સેના પ્રમુખે કહ્યું કે, ‘રાજદ્વારી બાજુથી સકારાત્મક સંકેતો આવી રહ્યા છે, પરંતુ જ્યારે તેને જમીન પર લાગુ કરવાની હોય છે ત્યારે તે બંને બાજુના સૈન્ય કમાન્ડરો દ્વારા જોવામાં આવે છે. એલએસી પર સ્થિતિ સ્થિર છે પરંતુ સામાન્ય નથી અને સંવેદનશીલ છે.’
તેમણે એક સંવાદ કાર્યક્રમમાં કહ્યું કે, ‘આપણે ચીન સાથે સ્પર્ધા અને સહકાર રાખવાનો હોય છે. આ ઉપરાંત એક સાથે રહેવાનો અને મુકાબલો પણ કરવાનો હોય છે. મારી સતત નજર સીમા પર રહી છે.
અમે ઈચ્છીએ છીએ કે, બંને દેશો વચ્ચે એપ્રિલ 2020 પહેલા જેવી સ્થિતિ પાછી આવે. જ્યા સુધી તેવી સ્થિતિ નહીં સર્જાય, ત્યાં સુધી આપણા માટે સ્થિતિ સંવેદનશીલ રહેશે અને અમે કોઈપણ ઓપરેશન માટે સંપૂર્ણ તૈયાર છીએ. અમે કોઈપણ સ્થિતિનો મુકાબલો કરવા તૈયાર છીએ. આ તમામ ઘટનાક્રમમાં સૌથી વધુ નુકસાન વિશ્વાસને થયો છે.