જીત અંગે અમિત શાહે શું કહ્યું ? જુઓ
લોકસભાની ચટણી માટે નેતાઓ ભરપૂર પ્રચાર કરી રહ્યા છે અને પોતપોતાનાં દાવાઓ કરવામાં આવી રહ્યા છે. મંગળવારે કેન્દ્રીય ગૃહ મંત્રી અને ભાજપના નેતા અમિત શાહે એવો દાવો કર્યો હતો કે દેશની જનતાએ હમેશા ચુંટણીમાં નરેન્દ્ર મોદી પર જ ભરોસો મૂક્યો છે અને આ વખતે પણ એવો જ માહોલ રહ્યો છે.
એમણે બંગાળમાં એક સભાને સંબોધતાં એવો દાવો કર્યો હતો કે અત્યાર સુધીમાં મતદાનના 4 તબક્કા થઈ ચૂક્યા છે જેમાં 380 બેઠકોનું મતદાન થઈ ગયું છે અને તેમાંથી 270 બેઠકો તો લોકોએ મોદીને આપી દીધી છે. હજુ તો મતદાનના 3 તબક્કા બાકી છે.
અમિત શાહે કહ્યું હતું કે કોંગ્રેસ તો ક્યાંય દેખાતી જ નથી અને લોકોને તેના પર ભરોસો જ નથી. કોંગ્રેસના મોટા નેતાઓ ચુંટણી લડતા ડરી રહ્યા છે અને ભાગાભાગી કરી રહ્યા છે. અમે લોકો 400 પાર તરફ આગળ વધી રહ્યા છીએ અને લોકોએ મન બનાવી લીધું છે કે આ વખતે મોદીજીને 400 બેઠકોની ભેટ આપવી છે.
એમણે કહ્યું હતું કે આજે દરેક રાજ્યમાં અમને ખૂબ સારો પ્રતિસાદ મળ્યો છે અને આગળ પણ મળતો જ રહેશે તેમાં કોઈ શંકા નથી. લોકોએ પાછલા 10 વર્ષમાં મોદી સરકારના વિકાસ કામો જોયા છે અને તેણે લીધે જ લોકો મોદીજીને પ્રેમ કરે છે.